જોઈન્ટ વેન્ચર / આનંદ એલ રાય અને ‘ટી સિરીઝ’ના ભૂષણ કુમાર સાથે મળીને ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ પ્રોડ્યૂસ કરશે

Anand L Rai and Bhushan Kumar together will produce shubh mangal zyada saavdhan
Anand L Rai and Bhushan Kumar together will produce shubh mangal zyada saavdhan

Divyabhaskar.com

Sep 02, 2019, 11:41 AM IST

બોલિવૂડ ડેસ્ક: પ્રોડ્યૂસર અને એક્ટર આનંદ એલ. રાય અને ‘ટી સિરીઝ’ના ભૂષણ કુમારે સાથે હાથ મિલાવ્યા છે. હવે તેઓ સાથે મળીને કોન્ટેન્ટ ડ્રિવન ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરશે. આ જોઈન્ટ વેન્ચરનો પહેલો પ્રોજેક્ટ ‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલ ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ છે. અગાઉ 2017માં આવેલ ‘શુભ મંગલ સાવધાન’ને પણ આનંદ એલ. રાયે જ પ્રોડ્યૂસ કરી હતી અને હવે સિક્વલને તેઓ ‘ટી સિરીઝ’ સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે.

‘કલર યેલો પ્રોડક્શન્સ’ના પ્રોડ્યૂસર આનંદ રાય, જે ‘તનુ વેડ્સ મનુ’, ‘હેપ્પી ભાગ જાયેગી’ જેવી ફિલ્મોની ફ્રેન્ચાઇઝી ધરાવે છે, તે હવે ‘શુભ મંગલ સાવધાન’ની પણ સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. પહેલી ફિલ્મને મળેલી સફળતા બાદ આનંદ રાયે ફિલ્મને ફ્રેન્ચાઇઝીમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો હતો જે ટેબૂ ગણાતાં સબ્જેક્ટને હળવી અને સરળ રીતે બતાવશે.

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’
‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ફિલ્મનો સબ્જેક્ટ હોમોસેક્સ્યુઆલિટી છે. આ રોમકોમ ફિલ્મને હિતેશ કેવલ્ય ડિરેક્ટ કરશે. ફિલ્મની કાસ્ટિંગ પર હાલ કામ ચાલી રહ્યું છે. ફિલ્મને લઈને આયુષ્માને અગાઉ જણાવ્યું હતું કે, ‘આ એક સરસ સ્ટોરી છે જે ઓડિયન્સના દિલને સ્પર્શી જશે અને તેમના ચહેરા પર સ્માઈલ છોડી જશે. લાંબા સમય બાદ મે વાંચેલી બ્રિલિયન્ટ ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે જે સમલૈંગિકતા જેવા વિષયને ખૂબ જ સંવેદનશીલ રીતે હેન્ડલ કરે છે.’ આ ફિલ્મ 2020માં શરૂઆતમાં રિલીઝ થશે.

ટેબૂ સબ્જેક્ટ
2017માં આવેલી ભૂમિ પેડણેકર અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ ઇરેક્ટાઇલ ડિસફંક્શન (નપુંસકતા) સબ્જેક્ટ પર હતી. હવે ફરીવાર સિક્વલમાં પણ તેઓ આપણા દેશમાં ટેબૂ ગણાતાં સબ્જેક્ટ હોમોસેક્સ્યુઆલિટી પર જ ફિલ્મ બનાવી રહ્યાં છે.

X
Anand L Rai and Bhushan Kumar together will produce shubh mangal zyada saavdhan
Anand L Rai and Bhushan Kumar together will produce shubh mangal zyada saavdhan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી