સન્માન / ‘સુપર 30’ સંસ્થાના ફાઉન્ડર આનંદ કુમારને મહાવીર અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Anand Kumar, the founder of 'Super 30' organization, will be honored with the Mahavir Award
Anand Kumar, the founder of 'Super 30' organization, will be honored with the Mahavir Award

  • શિક્ષાના ક્ષત્રે તેમના યોગદાન માટે આંનદને મહાવીર ફાઉન્ડેશન તરફથી મહાવીર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
  • આનંદે વર્ષ 2002થી વિદ્યાર્થીઓને ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરી હતી પરંતુ સુપર 30ની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી
  • આનંદએ આ સંસ્થાની શરૂઆત બિહારના પૂર્વ DGP અભ્યાનંદ સાથે કરી હતી

Divyabhaskar.com

Oct 06, 2019, 06:46 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા માટે ગરીબ વિદ્યાર્થીઓને ટ્રેઇનિંગ આપતા આનંદ કુમાર તેમની બાયોપિક ‘સુપર 30’ ફિલ્મ આવ્યા પછી વધુ ચર્ચસ્પ્દ બન્યા છે. શિક્ષાના ક્ષત્રે તેમના યોગદાન માટે આંનદને મહાવીર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અવોર્ડ તેમને મહાવીર ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે.

આનંદ તેમના સુપર 30 ટ્રેઇનિંગ સેન્ટરમાં દર વર્ષે ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને આઈઆઈટી અને JEE પરીક્ષાની તૈયારી માટે મફતમાં શિક્ષા આપે છે. આનંદ બાળકોના ભણવા સાથે તેમના રહેવાનો અને અન્ય જરૂરિયાતોનો ખર્ચો પણ ઊઠાવે છે. આનંદે આ સંસ્થાની શરૂઆત 2003માં કરી હતી. તેમના પ્રયાસમાં પ્રથમ વર્ષે જ 30માંથી 18 વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો હતો. વર્ષ 2008માં તમામ 30 વિદ્યાર્થીઓએ IITની પરીક્ષા પાસ કરી હતી. આનંદએ આ સંસ્થાની શરૂઆત બિહારના પૂર્વ DGP અભ્યાનંદ સાથે કરી હતી.

આનંદ પોતે બિહારના છે. આનંદે વર્ષ 2002થી વિદ્યાર્થીઓને ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરી હતી પરંતુ સુપર 30ની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી. આનંદ સતત 16 વર્ષ આ સેવા આપી રહ્યા છે તેઓ અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને IITમાં પ્રવેશ અપાવવા માટે નિમિત્ત બન્યા છે. વર્ષ 2018ની બેચમાં 26 વિદ્યાર્થીઓને IITમાં એડમિશન મળ્યું હતું. આ આંકડો દર્શાવે છે કે આનંદ કેટલી નિષ્ઠા અને મહેનતથી વિદ્યાર્થીઓને ટ્રેઇનિંગ આપીને તેમને સફળ બનાવે છે.

આનંદ જણાવે છે કે, ‘અવોર્ડ મળવો એ મારા માટે મોટી વાત છે. આ પ્રકારનાં સન્માનથી મને વધારે સેવા કરવાની પ્રેરણા મળશે.’

X
Anand Kumar, the founder of 'Super 30' organization, will be honored with the Mahavir Award
Anand Kumar, the founder of 'Super 30' organization, will be honored with the Mahavir Award

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી