તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:કાણિયાની હત્યા પાછળ કોનો દોરી સંચાર હતો, શરૂ કરાયેલી તપાસ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવા, કિરણ બોડિયાનો આજે ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો લેવાશે
  • હત્યારો સુનીલ ઉર્ફે સાહિલ 20 તારીખ સુધી રિમાન્ડ પર

શહેરની સેન્ટ્રલ જેલમાં લોખંડની પટ્ટી વડે કુખ્યાત અજ્જુ કાણિયાની કરાયેલી હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપી સુનીલ ઉર્ફે સાહિલ પરમારને પોલીસે અદાલતમાં રજૂ કરી વિવિધ મુદ્દાની તપાસ માટે 20 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. બીજી તરફ હત્યાના કેસના અન્ય આરોપીઓ શિવા મહાલિંગમ ઉર્ફે આફતાબ તથા કિરણ બોડિયાનો સોમવારે ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવાશે. અજ્જુ કાણિયાની હત્યા પાછળ કોનો દોરીસંચાર હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી હતી. શહેરની જેલમાં માથાકૂટ થયા બાદ પાણીગેટ મર્ડર અને લૂંટના આરોપી સુનીલ ઉર્ફે સાહિલ પરમારે નામચીન હિસ્ટ્રીશીટર અજ્જુ કાણિયાના ગળા પર પતરું કે લોખંડની પટ્ટી મારી દઇ હત્યા કરી હતી. જેમાં પોલીસે સુનીલ પરમાર, કિરણ બોડિયો અને શિવા મહાલિંગમ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સુનીલને રવિવારે અદાલતમાં રજૂ કરી 20 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, સુનીલ તપાસમાં સહકાર આપતો નથી, તેથી તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવા, આ બનાવ પાછળ અન્ય કોનો દોરી સંચાર હતો તથા હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે સહિતના મુદ્દા પર તપાસ કરાશે. આ ઉપરાંત બનાવના એક અઠવાડિયા સુધીના ગાળામાં સુનીલે કોની સાથે ફોન પર વાત કરી હતી કે તેને રૂબરૂ મળવા કોણ-કોણ આવ્યા હતા તે સહિતના મુદ્દા પર પણ તપાસ કરવામાં આવશે. આ બનાવમાં બહારનું કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ અને અન્ય કેદીઓ પણ આ બનાવમાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરાશે. શિવા મહાલિંગમ અને કિરણ બોડિયા તથા સુનીલને સાથે રાખીને તપાસ કરાશે. બીજી તરફ શિવા મહાલિંગમ ઉર્ફે આફતાબ તથા કિરણ બોડિયાનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને સોમવારે બંનેનો કબજો લેવાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો