તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળુ વાવેતર:એક સપ્તાહમાં વાવેતરમાં 10,300 હેકટરનો વધારો

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત સપ્તાહે વાવેતર 10,500 હેકટરમાં થયેલું તે આ સપ્તાહે વધીને 20,800 હેકટર થયું
  • ડુંગળીનું 4300 હેકટરમાં વાવેતર કાર્ય

ભાવનગર જિલ્લામાં શિયાળુ ઠંડીનો આરંભ થવાની સાથે નવેમબર માસમાં રવિ પાકના વાવેતરમાં આગેકૂચ થઇ રહી છે. ઠંડીનું પ્રમાણ વધતા ગોહિલવાડ પંથકમાં માત્ર એક જ સપ્તાહમાં વાવેતરમાં 10,300 હેકટરનો નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ડુંગળીમાં 4,300 હેકટર વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં હવે શિયાળુ ઠંડીનો દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. છેલ્લાં બે સપ્તાહથી ઠંડીની તીવ્રતામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં આ સપ્તાહના અંતે કુલ વાવેતર 20,800 હેકટર થયું છે.

આ જ સમયગાળા દરમિયાન ગત વર્ષે નવેમ્બરમાં 11,300 હેકટરમાં વાવણી કાર્ય થયું હતુ.એટલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સારા વરસાદ અને બાદમાં ઠંડી પણ સારી પડતા વાવેતરમાં 9,500 હેકટરનો વધારો થયો છે. ખાસ કરીને ચણાના વાવેતરમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ધરખમ વધારો થયો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન વાવેતર 1100 હેકટર થયું હતુ તે. આ વર્ષે 4300 હેકટર થયું છે. જે ચારેક ગણું વધારે છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે નવેમ્બરના બીજા સપ્તાહથી શિયાળાની ઠંડીનો આરંભ થઈ ગયો છે ત્યારે છેલ્લા 15 દિવસમાં સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઘઉં-ડુંગળી-ચણા સહિતના રવિ પાકના વાવેતરમાં વેગ આવ્યો છે. ખાસ કરીને ગત વર્ષની તુલનામાં આ વર્ષે વાવેતર લગભગ બમણંુ થયું છે.

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 4600 હેક્ટરમાં થયું છે. રાજ્યમાં કુલ વાવેતર 13 હજાર હેકટર થયું છે એટલે કે, રાજ્યના કુલ વાવેતરના 33 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. આગામી દિવસોમાં ડુંગળીના વાવેતરમાં હજી વધારો થશે. જોકે, ગત વર્ષની તુલનામાં આ વર્ષે ડુંગળીમાં વાવેતર એકા’દ હજાર હેક્ટર ઓછું થયું છે. ગોહિલવાડ પંથકમાં આજ સુધીમાં લસણનું 200 હેક્ટરમાં ધાણા અને મકાઈનું 100-100 હેક્ટરમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે.

ક્યા પાકનું કેટલું વાવેતર ?

પાકવાવેતર
ઘઉં4,700 હેકટર
ચણા4,300 હેકટર
ડુંગળી4,300 હેકટર
શાકભાજી1,400 હેકટર
ઘાસચારો5,500 હેકટર

જિલ્લામાં ઘઉંના વાવેતરમાં પોણા બે ગણો વધારો
ગત વર્ષે નવેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં ગોહીલવાડ પંથકમાં ઘઉંનું વાવેતર 2600 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે પોણા બે ગણું વધીને આ વર્ષે 4,300 હેકટર થઇ ગયું છે. આમ, આ વર્ષે ઘઉંના વાવેતરમાં 1,700 હેકટરનો વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો