વડોદરા / ટ્રેનમાં દારૂ પીને ધમાલ મચાવતો વૃદ્ધ ઝડપાયો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

Divyabhaskar.com

Feb 14, 2020, 04:13 AM IST
વડોદરાઃ રાજધાની એક્સપ્રેસમાં વૃદ્ધ મુસાફર દારૂ પીને ધમાલ મચાવી રહ્યો હોવાનો સંદેશો વડોદરા રેલવે પોલીસને મળતાં પોલીસે ટ્રેનના કોચમાં પહોંચી વૃદ્ધને ઝડપી લીધો હતો. બુધવારે રાત્રે 9.20 વાગે પોલીસને સંદેશો મળ્યો હતો કે મુંબઇથી દિલ્હી તરફ જતી રાજધાની એક્સપ્રેસમાં મુંબઇ સેન્ટ્રલ રેલવેના એડિશનલ રેલવે મેનેજર એ-3 કોચમાં બેઠા છે અને તેમની પાસે બેઠેલો વૃદ્ધ મુસાફર દારૂ પીને ધમાલ મચાવી રહ્યો છે, જેને કારણે અન્ય મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. પોલીસ કર્મચારીઓઅે તપાસ કરતાં મુંબઇના વિલેપાર્લેમાં રહેતા રાજારામ પાંડુરંગ ઉમરગર (ઉ.69) નશો કરેલી હાલતમાં પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તે નિવૃત્ત કેમિકલ એન્જિનિયર હોવાનું અને મુંબઇથી દિલ્હી જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી