કચ્છ / ભચાઉમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કચ્છ ત્રણવાર ધ્રુજ્યું, 2001ના ભૂકંપનું સ્થળ જ એપીસેન્ટર

ભયથી લોકો બહાર આવ્યા
ભયથી લોકો બહાર આવ્યા

  • ભચાઉ, દુધાઈ, રાપર, અંજાર, ગાંધીધામ, ખાવડા, ભુજમાં ભયનો માહોલ
  • વાગડ ફોલ્ટલાઈન એક્ટિવ થઈ, લોકો ગભરાટથી ઘરની બહાર દોડી આવ્યા
  • સાંજે જમીનમાંથી અવાજ આવતા વાતાવરણ ભયભીત બની ગયું

Divyabhaskar.com

Nov 19, 2019, 03:29 AM IST

ગાંધીધામ / ઉનાઈ: કચ્છમાં સોમવારે સાંજે 7:01 વાગ્યે 4.3 ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો જોરદાર અનુભવ લોકોએ કર્યો હતો. ત્યારબાદ ગભરાયેલા લોકો પોતાના ઘર, દુકાન છોડીને બહાર નીકળી ગયા હતા. આંચકાની તીવ્રતા એટલી વધારે હતી કે, તેનો અનુભવ દરેક આયુના વ્યક્તિઓએ કર્યો હતો. જેના કારણે ભયનો માહોલ કચ્છભરમાં ફેલાઈ ગયો હતો. દક્ષિણ ગુજરાતના ઉનાઈમાં પણ બપોરે 2.4નો આંચકો નોંધાયો હતો. ગુજરાતના સીસ્મોલોજી વિભાગના સત્તાવાર સૂત્રોએ આ આચંકો કચ્છના ભચાઉથી નોર્થ નોર્થઈસ્ટ તરફ 23 કિલોમીટર દૂર, 15.3 કિલોમીટરની ડેપ્થમાં એપીસેન્ટર નોંધાયુ છે. આંચકાનો અનુભવ પૂર્વ સાથે ભુજ સહિત મધ્ય કચ્છમાં થયો હતો.
ગભરાયેલા લોકોએ મુંબઈ સહિત દેશભરમાં રહેલા સગા સબંધીઓને ફોન કરીને પુછપરછ કરી
કચ્છના ભચાઉ નજીક એપીસેન્ટર હોવાના કારણે તેની સર્વાધિક અસર ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં વર્તાઇ હતી. ચોબારી જેવા વિસ્તારોમાં આંચકા સાથે જમીન અંદરથી અવાજ સંભળાયો હતો. તાલુકાના સામખિયાળી સહિતના વિસ્તારોમાં લોકો બહાર એકત્ર થઈ ગયા હતા. ગાંધીધામ, ભુજ, ખાવડા, રાપર અને અંજારમાં ગભરાયેલા લોકો પોતે જે સ્થળોએ હતા ત્યાંથી બહાર ખુલ્લા વિસ્તાર તરફ દોડી ગયા હતા. રાપર તાલુકામાં પણ લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. ખેંગારપર, રામવાવ, ગવરીપર, સુવ‌ઇ, વણોઇ, કુડા અને આજુબાજુના વિસ્તારોમાં સાંજે ધરતીકંપના આચકા‌ થી‌ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા. ગભરાયેલા લોકોએ મુંબઈ સહિત દેશભરમાં રહેલા સગા સબંધીઓને ફોન કરીને પુછપરછ શરુ કરી હતી. ભચાઉના છાડવારા ખાતે પણ આ આંચકાનો અનુભવ થયો હતો. ગામના આઇ.જી. ગઢવીએ જણાવ્યુ હતુ કે, આંચકાની તિવ્રતાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરમાં રહેલા વાસણો પડી ગયો હતા.

18 વર્ષ પછી પણ ભૂકંપ સ્થળે સ્ટ્રેસ: ઠક્કર
કચ્છ યુનિવર્સિટીના ભુસ્તર વિભાગના વડા એમ.જી. ઠક્કરે જણાવ્યું હતુ કે સોમવારની સાંજે જે આંચકાનો અનુભવ કચ્છમાં થયો છે, તેનું એપીસેન્ટર 2001માં આવેલા વિનાશક ભૂકંપના સ્થળેજ આવેલું છે. સાઉથ વાગડ ફોલ્ટ લાઈનમાં લોકેશન આવેલું છે. 2001માં ભચાઉથી નોર્થ નોર્થ ઈસ્ટ તરફ 24 કિલોમીટરમાં આવેલંુ હતંુ અને તેનું ડેપ્થ 20 કિમી હતું. જ્યારે સોમવારનો આંચકો ભચાઉથી તે જ તરફ 23 કિમી અંદર છે અને 15.7 કિમીની ડેપ્થ છે. આનો અર્થ એવો થયો કે આ ભયાનક ભૂકંપ બાદ ત્યાં સ્ટ્રેસ હજી પણ એકત્રિત થઈ રહ્યું છે અને અંદર લીક્વીડ મેગ્માના આંતરભેદનની પ્રક્રિયા ચાલી રહી છે.

કચ્છમાં 4થી વધુની તીવ્રતાના 21 આંચકા
ઈન્સ્ટીટ્યુટ ઓફ સીસ્મોલોજી રિસર્ચ દ્વારા અંકિત થયેલી આંકડાકીય માહિતી અનુસાર 2009થી અત્યાર સુધીના ગાળામાં 4થી વધુ તીવ્રતાના હોય તેવા ગુજરાતમાં કુલ 27 આંચકાઓ ગુજરાતમાં આવ્યા હતા. જેમાંથી 21 આંચકા માત્ર કચ્છમાંજ નોંધાયા છે. જેમાંથી મહતમ ભચાઉ, રાપર પંથકમાં નોંધાયા છે.

X
ભયથી લોકો બહાર આવ્યાભયથી લોકો બહાર આવ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી