તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:80 વર્ષીય વૃદ્ધાની 45 હજારની બુટ્ટી તફડાવનાર ટોળકી ઝડપાઈ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામમાં ગાંધીચોક પાસે બોરડી ફળિયામાં 80 વર્ષીય લીલાબેન બચુભાઈ જાદવ રહે છે. 15 મી તારીખે લીલાબેન ઘરેથી થોડા અંતરે સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જતા હતા.રસ્તમાં અજાણ્યા બાઇક સવારે લીલાબેનને ટક્કર મારતા તેમને ઇજા થઈ હતી. ત્યારે રિક્ષામાં એક બદમાશ અને બે મહિલાઓ આવી હતી.

તેઓએ લીલાબેનને દવાખાને લઈ જવાનું કહીને રિક્ષામાં બેસાડીને અમરોલી તરફ લઈ ગયા હતા. ત્યાં ગઠિયાઓ લીલાબેનની નજર ચૂકવી 45 હજારની કિંમતની સોનાની બુટી લઈને નાસી ગયા હતા. લીલાબેને કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બનાવના સ્થળે સીસી કેમેરા ચેક કરતા રિક્ષાનો નંબર મળી આવ્યો હતો.તેના આધારે પોલીસે આરોપીઓ મોહમદ ઇમરાન મોહમદ મુસ્તાક શેખ (હનુમાન શેરી, મીઠીખાડી, સાહિન મેહુલ રોહિલા (સંજયનગર ઝુપડપટ્ટી, નવા કમેલા) અને શકુંતલા વિનોદ રોહિલા (રહે.પદમાનગર, માનદરવાજા)ની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો