તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રતનીયા ગામના ખેતરમાંથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો

માંડવી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના રતનીયા ગામ ખાતે એક ખેતરમાં અજગર દેખાતા તેની જાણ માંડવી વનવિભાગ ને કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. ઉપેન્દ્રસિંહ રાઉલજી પોતાની ટીમના સભ્યો બીટગાર્ડ પ્રશાંતભાઈ બારોટ, ગંગાબેન ચૌધરી તેમજ રેસ્ક્યૂ ટીમના વિશાલસિંહ ગોહિલ અને ધ્રુવકુમાર ચૌધરી સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જઇ જોતા અજગર લગભગ 8 ફૂટ જેટલો લાંબો હતો. વન કર્મચારીઓ દ્વારા તેને પકડી જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. માંડવી તાલુકામાં દિનપ્રતિદિન દીપડાની જેમ અજગરો ની સંખ્યા પણ વધતી નજરે ચઢી રહી છે. તેમજ રોજબરોજ ખેતરોમાં તેમજ અન્ય જગ્યાઓએ જોવા મળતા ચિંતા વધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો