અમદાવાદ / બસમાં પેસેન્જર વધ્યા હોવાનું કહી AMTS બીજી 300 નવી CNG બસ લાવશે

AMTS will bring another 300 new CNG buses in ahmedabad

  • એક તરફ AMTS ખોટમાં ચાલે છે ત્યારે કરોડોના ખર્ચે નવી બસોનો ઉમેરો કરાશે
  • હાલ અમદાવાદના રસ્તાઓ પર 700 AMTSની બસો દોડી રહી છે

Divyabhaskar.com

Sep 26, 2019, 07:07 PM IST
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની પરિવહન સેવા એવી AMTS છેલ્લા કેટલાક વર્ષોથી નુકસાન કરી રહી છે. તંત્ર દ્વારા અગાઉ બસો ઘટાડવામાં આવી હતી જો કે હવે કેન્દ્ર સરકારે નવા મોટર વહિકલ એક્ટ લાગુ કર્યો હોવાથી બસમાં પેસેન્જર વધ્યા હોવાનું કહી AMTSમાં બીજી 300 CNG બસ ઉમેરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો છે. આગામી 15 દિવસમાં આ બસો માટે ટેન્ડર બહાર પાડી બસો લાવવાની પ્રક્રિયા કરવામાં આવશે. એક તરફ AMC 300 ઇ -બસ લાવી પ્રદૂષણમુક્તની વાત કરી રહી છે જેમાં હજી તો 50 જ બસ આવી છે બાકીની દિવાળી પછી આવવાની છે ત્યારે બીજી 300 બસો લાવી અને મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસાનું આંધણ કરી રહી છે. હાલમાં 700 જેટલી AMTS બસ શહેરના રસ્તાઓ પર દોડી રહી છે.
X
AMTS will bring another 300 new CNG buses in ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી