પેટા ચૂંટણી / અમરાઇવાડી બેઠક પર 35 ટકા જ મતદાન, 2017 કરતાં 29 ટકા ઓછું

Amraiwadi recorded 66% voting in 2012, 63% in 2017 and only 34% in 2019 by poll

  • પેટાચૂંટણીમાં નીરસ મતદાન, સૌથી વધુ થરાદમાં 70 ટકા વોટિંગ
  • 2008માં મણિનગર વિધાનસભા માંથી અલગ થઈને અમરાઈવાડી નવી વિધાનસભા બની હતી
  • 2012 અને 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જ વિજયી થયા હતા
     

Divyabhaskar.com

Oct 22, 2019, 12:43 AM IST

અમદાવાદ: અમદાવાદની અમરાઈવાડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી ઓછું 34 ટકા મતદાન નોંધાયું છે જેના કારણે બંને રાજકીય પક્ષોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમરાઈવાડી વિધાનસભાની પ્રથમ ચૂંટણી 2012માં યોજાઇ હતી
અમરાઈવાડી વિધાનસભા અગાઉ મણિનગર વિધાનસભા સાથે જોડાયેલી હતી. પરંતુ 2008માં નવા સીમાંકન મુજબ મણિનગરથી અલગ કરીને અમરાઈવાડી વિધાનસભા બની હતી. જે નવી અમરાઈવાડી વિધાનસભાની પ્રથમ ચૂંટણી 2012માં થઈ હતી જેમાં 66. 25 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ 2017માં પણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અમરાઈવાડીમાં 63.55 ટકા મતદાન થયું હતું. જ્યારે 2019ની આજની અમરાઈવાડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ખૂબ જ ઓછું મતદાન થયું છે, તે જોઈએ તો અગાઉની બે વિધાનસભાની ચૂંટણીઓ કરતા 50 ટકા જેટલું ઓછું મતદાન અમરાઈવાડીની પેટા ચૂંટણીમાં થયું છે.

24મીએ મતગણતરી
રાજ્યની 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. પેટા ચૂંટણીમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો, પરિણામે અમદાવાદની અમરાઇવાડી બેઠકમાં સૌથી ઓછું માત્ર 35 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન થરાદમાં 70 ટકા જેટલું રહ્યું હતું. રાધનપુર અને થરાદ તેમજ બાયડમાં મતદારોનો ધસારો જોવા મળતાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે લુણાવાડા, ખેરાલુ અને અમરાઇવાડીમાં 50 ટકાથી ઓછું મતદાન થયું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ. મુરલીક્રિષ્નએ કહ્યું કે કોઇ અનિચ્છનિય બનાવ વિના મતદાન પૂર્ણ થયું છે. ખામી સર્જાતા 9 ઇવીએમ જ્યારે 38 વીવીપેટ બદલવાયા હતા. હવે 24મી ઓક્ટોબરે મતગણતરી યોજાશે.

6 બેઠક પર સરેરાશ 51 ટકા મતદાન થયું

બેઠક મતદાન(ટકા)
થરાદ 70
રાધનપુર 63
ખેરાલુ 47
બાયડ 61.5
અમરાઇવાડી 35
લુણાવાડા 48

તહેવારોને કારણે મતદાન ઓછું: ભાજપ
દિવાળીના તહેવારને કારણે મતદાન ઓછું થયું છે. કેન્દ્ર અને રાજય સરકારની કામગીરી ઉપરાંત પ્રદેશ ભાજપનું બુથ મેનેજમેન્ટ અકબંધ હોવાથી ભાજપ તમામ છ બેઠક જીતશે. આમપણ છ બેઠકની પેટાચૂંટણીમાં ચાર બેઠક અમારી પાસે હતી જ. - ભરત પંડ્યા,પ્રદેશ પ્રવકત્તા,ભાજપ

સરકાર પ્રત્યે લોકોમાં છૂપો રોષ છે: કોંગ્રેસ
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અ્ને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સંયુકતરીતે જણાવ્યું હતું કે, ઓછું મતદાન મતદારોનો સરકારની કામગીરી પ્રત્યેનો છૂપો રોષ છે.મતદાનની ટકાવારીમાં ઘટાડો થતા મતદારોનો મિજાજ બદલાયો હોય તેમ ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યું છે. - અમિત ચાવડા,પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ

X
Amraiwadi recorded 66% voting in 2012, 63% in 2017 and only 34% in 2019 by poll

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી