અપડેટ / અમિતાભ બચ્ચન બે દિવસ પછી ‘કેબીસી’નું શૂટિંગ શરૂ કરશે, રોજ 2 એપિસોડ શૂટ કરે છે

Amitabh Bachchan resume shooting of 'KBC', daily shoot 2 episodes

Divyabhaskar.com

Oct 20, 2019, 01:02 PM IST

અમિત કર્ણ, મુંબઈઃ અમિતાભ બચ્ચનને લઈ ચર્ચા થતી હતી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને હાલમાં જ સોશિયલ મીડિયામાં તેઓ નાણાવટી હોસ્પિટલમાંથી બહાર નીકળતા હોય તે વીડિયો પણ વાયરલ થયો હતો. અમિતાભે પણ બ્લોગ પર પોતાની બીમારીને લઈ ચાલતી ચર્ચાઓને લઈ નારાજગી પ્રગટ કરી હતી. હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ’ના મેકર્સ તથા ચેનલે અમિતાભને લઈ કેટલીક વાતો શૅર કરી હતી.

કેન્સલ કર્યાં કોઈ વાત નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ ‘કેબીસી’ના બે એપિસોડ એક દિવસમાં શૂટ કરે છે. આ વખતે 13 અઠવાડિયા માટે 65 એપિસોડ શૂટ કરવાના છે. અત્યાર સુધી 9 અઠવાડિયાના 45 એપિસોડ શૂટ થઈ ગયા છે. મંગળવારના (22 ઓક્ટોબર) રોજ આગામી શિડ્યૂઅલ શરૂ થશે. આ શૂટિંગ કેન્સલ કરાવવા માટેની કોઈ અપડેટ અમિતાભે આપી નથી. આથી એમ માનવામાં આવે છે કે મંગળવારે નક્કી કરેલાં સમયે શૂટિંગ શરૂ થશે.

12 કલાક રોજ શૂટિંગ કરે છે
સૂત્રોના મતે, અમિતાભ બચ્ચન ગયા અઠવાડિયે એકદમ ફિટ હતાં અને તેમણે સવારના નવથી રાતના 9 સુધી શૂટિંગ કર્યું હતું, જ્યારે પણ ‘કેબીસી’નું શૂટિંગ હોય તો તેઓ રોજ 12 કલાક શૂટિંગ કરે છે. આશા છે કે આગામી 20 એપિસોડ્સ પણ નક્કી કરેલાં શિડ્યૂઅલ પ્રમાણે જ શૂટ કરશે.

બ્લોગમાં શું કહ્યું હતું?
અમિતાભે બ્લોગમાં કહ્યું હતું, મહેરબાની કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશનના કોડને તોડો નહીં. બીમાર પડવું અને ઈલાજ કરાવો એ વ્યક્તિની પ્રાઈવસી રાઈટ છે. આ શોષણ છે અને તેનો ધંધાકીય વપરાશ કરવો સામાજિક રીતે ગેરકાયદેસર છે. સન્માન કરો અને વાતને સમજો. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી હોતી. આ ઉપરાંત તેમણે એ ચાહકોનો આભાર માન્યો હતો, જેમણે તેમની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. બ્લોગમાં તેમણે પોતાના ચાહકોના અને આરાધ્યા સાથેના ફોટો પણ શેર કર્યા હતાં.

મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર આવ્યા હતા
શુક્રવારે (18 ઓક્ટોબર) મીડિયા રિપોર્ટ્સમાં અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની ચર્ચા થતી હતી. ત્યારબાદ શુક્રવારની રાત્રે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે દીકરા અભિષેક અને પત્ની જયા બચ્ચન સાથે કારમાં દેખાયા હતા. રિપોર્ટ્સ મુજબ આ ત્રણ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા તે દિવસનો વીડિયો છે.

X
Amitabh Bachchan resume shooting of 'KBC', daily shoot 2 episodes

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી