ટીઝર / અમિતાભ બચ્ચન ‘ઝુંડ’માં ભીડમાંથી સોકર ટીમ બનાવશે

Amitabh Bachchan film Jhund teaser released

Divyabhaskar.com

Jan 21, 2020, 12:44 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’નું ફર્સ્ટ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટીઝરમાં અમિતાભ બચ્ચનનો વોઈસ ઓવર છે, જેમાં તેઓ કહે છે, ‘ઝુંડ નહીં કહીયે સર, ટીમ કહીયે...ટીમ.’ ટીઝરમાં જોવા મળે છે કે સાત-દસ કિશોરોના હાથમાં લાકડી, સાંકળ, ઈંટ તથા ક્રિકેટ બેટ છે. ટીઝરમાં અમિતાભ બચ્ચનની એક ઝલક પણ જોવા મળતી નથી. ‘ઝૂંડ’ 8 મેના રોજ રિલીઝ થશે.

સ્લમ સોકરના જીવન પર આધારિત
નાગરાજ મંજુલેની આ ફિલ્મ સ્લમ સોકર ફાઉન્ડર વિજય બરસેના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પ્રોફેસરનો રોલ પ્લે કર્યો છે અને તેઓ સ્લમ એરિયાના બાળકોને ફૂટબોલ શીખવે છે અને તેની ટીમ બનાવે છે.

નાગરાજ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરશે
નાગરાજ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’થી લોકપ્રિય થયા હતાં. ‘ઝુંડ’થી તેઓ બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. તેઓ પહેલી જ વાર અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કેટલાંક કારણોસર આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ ફિલ્મને કૃષ્ણ કુમાર તથા ભૂષણ કુમારે પ્રોડ્યૂસ કરી છે.

નાગપુરમાં શૂટિંગ થયું
આ ફિલ્મનું શૂટિંગ નાગપુરમાં કરવામાં આવ્યું છે. ‘ઝુંડ’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અવાર-નવાર સેટ પરની તસવીરો શૅર કરતા હતા.

આઠ મેએ ચાર ફિલ્મની ટક્કર
આઠ મેના રોજ અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’, વિદ્યા બાલનની ‘શકુંતલા દેવીઃ હ્યુમન કમ્પ્યુટર’ તથા પરિણીતી ચોપરાની ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ રિલીઝ થશે.

આ વર્ષે અમિતાભની ચાર ફિલ્મ રિલીઝ થશે
અમિતાભ બચ્ચનની વર્ષ 2020માં ચાર ફિલ્મ રિલીઝ થવાની છે. અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ પણ મે મહિનામાં રિલીઝ થાય તેવી શક્યતા છે. 17 એપ્રિલે શૂજીત સરકારની ‘ગુલાબો સિતાબો’ રિલીઝ થશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના છે. 17 જુલાઈએ ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘ચેહરે’ રિલીઝ થશે.

X
Amitabh Bachchan film Jhund teaser released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી