ન્યૂ રિલીઝ ડેટ / અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ હવે 17 એપ્રિલે રિલીઝ થશે

Amitabh Bachchan & Ayushmann Khurrana starrer Gulabo Sitabo gets a new release date

Divyabhaskar.com

Dec 16, 2019, 01:46 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના કોમેડી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ લખનઉ બેકગ્રાઉન્ડ પર આધારિત છે. શૂજીત સરકારની ફિલ્મમાં પહેલી જ વાર અમિતાભ બચ્ચન તથા આયુષ્માન સાથે કામ કરી રહ્યાં છે.

ત્રીજીવાર નવી રિલીઝ ડેટ આવી
‘ગુલાબો સિતાબો’ પહેલાં આવતા વર્ષે 24 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ પછી આ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે, આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ લખનઉનમાં રહેતા મકાનમાલિકની ભૂમિકામાં છે.. શૂજીતે જ્યારે ફિલ્મ અંગે વાત કહી ત્યારે જ બિગ બી કામ કરવા તૈયાર થઈ ગયા હતાં. આ ફિલ્મ માટે અમિતાભે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કર્યો હતો અને તે માટે તેમણે કલાકો સુધી બેસી રહેવું પડતું હતું.

આયુષ્માન-બિગ બી સાથે જોવા મળ્યાં
તસવીરમાં આયુષ્માન તથા અમિતાભ બચ્ચન ફૂટપાથ પર ઊભા છે. અમિતાભ ગ્રીન કુર્તા તથા વ્હાઈટ પાયજામામાં છે અને તેમના ચહેરા પર મૂંઝવણભર્યાં હાવભાવ જોવા મળે છે. તેમણે ગળે સ્કાર્ફ રાખ્યો અને કેપ પહેરી છે, જ્યારે આયુષ્માન બ્રાઉન શર્ટ તથા વ્હાઈટ પાયજામામાં છે અને તેના હાથમાં બ્લેક બેગ છે. બંનેની પાછળ બે પોલીસ ઓફિસર તથા પોલીસ વાન જોવા મળે છે.

X
Amitabh Bachchan & Ayushmann Khurrana starrer Gulabo Sitabo gets a new release date

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી