ગાંધીધામ / કચ્છી ભેટ સ્વિકારી અમિતાભ ભાવવિભોર બન્યા

Amitabh Amitabh accepted the gift of little girl

  • કેબીસીમાં ગાંધીધામના પ્રેક્ષક કલાકારે બીગ બીની પૌત્રી આરાધ્યા માટે કચ્છી પ્રિન્ટની સ્કૂલબેગ અને જયા માટે બુટિક ચાદર અર્પણ કરી 

Divyabhaskar.com

Oct 12, 2019, 11:16 AM IST

ગાંધીધામઃ હરિવંશરાય બચ્ચન લીખીત મધુશાલાનું ગુજરાતીમાં અનુવાદ કરીને અમિતાભ બચ્ચનને કચ્છના કલાકારે ભેટ આપી હતી. ગાંધીધામના કલાજગતના દંપતીએ તાજેતરમાં કેબીસીમાં પ્રેક્ષક તરીકે સ્થાન મળતાં તેઓએ બચ્ચનને તેની પૌત્રી માટે કચ્છી પ્રિન્ટની સ્કૂલ બેગ અને જય બચ્ચન માટે બ્યુટીક ચાદર અર્પણ કરી હતી. આ ભેટ સ્વિકારી બચ્ચન ભાવવિભોર થઇ ગયા હતા. ગાંધીધામના કલાજગતના સિતારાઓ પૈકી કૌશલ છાયા અને કાજલ છાયા તથા દક્ષ છાયાને તાજેતરમાં સોનાક્ષી સિન્હાવાળા એપીસોડમાં પ્રેક્ષક તરીકે જવાનું થયું હતું.

આ દરમિયાન બચ્ચનની પૌત્રી આરાધ્યા માટે કચ્છી પ્રિન્ટની સ્કૂલ બેગ અને જય બચ્ચન માટે બ્યુટીક ચાદર અર્પણ કરવાની સાથે સાથે મધુશાળાનો ગુજરાતીમાં કૌશલ છાયાની બહેન હાર્દિકા ગઢવીએ કરેલા અનુવાદની કોપી પણ આપી હતી. આ ભેટ સ્વિકારીને બચ્ચને મેં જરૂર દેખું ગા તેમ કહેતા કલાકાર દંપતી ખુશખુશાલ થઇ ગયા હતા.

કચ્છવતી આ ભેટ આપવામાં આવી હોવાનું બચ્ચનના પ્રશંસક કૌશલ છાયાએ જણાવીને ખુબજ સહજતાથી અને પ્રેમપૂર્વક કોઇ આડંબર વિના શાંતિથી ભારે વ્યસ્તતા વચ્ચે બચ્ચને વાત સાંભળી ભેટ સ્વિકારી હતી તેમ કહીને બચ્ચન તેની માટે એકવાર ફરી ભગવાન સાબિત થયા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અમીતાભના જન્મ દિવસે કેબીસીની વેબસાઇટ દ્વારા આ અંગેના ફોટોગ્રાફ પણ કલાકારો દંપતીને મળતાં તેમને રીટર્ન ગિફ્ટ મળી હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

X
Amitabh Amitabh accepted the gift of little girl

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી