• Home
  • International
  • American Parliamentary Committee says over 100 IS militants runway from the Jail

હુમલો / અમેરિકન સંસદીય સમિતિનો દાવો- સીરિયામાં ISના 100થી વધુ આતંકી જેલમાંથી ફરાર 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Oct 25, 2019, 01:28 AM IST
વોશિંગ્ટન: સીરિયામાં તૂર્કી દ્વારા કરાયેલા હુમલા પછી સર્જાયેલી અરાજકતા વચ્ચે ત્યાંની જેલમાંથી ઈસ્લામિક સ્ટેટના 100થી વધુ આતંકી ફરાર થઈ ગયા છે. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી.
સીરિયામાં અમેરિકન વિભાગના દૂત જેમ્સ જેફરીએ કેદીઓ વિશે પૂછતા કબૂલ્યું હતું કે, હુમલાનો ફાયદો ઉઠાવીને આઈએસના કેદીઓ ફરાર થઈ ગયા છે. અમેરિકન સંસદની વિદેશ મામલાની સમિતિએ કહ્યું કે, અમે કહી શકીએ છીએ કે, આ સંખ્યા હવે વધીને 100 સુધી પહોંચી ગઈ છે. કુર્દ લડવૈયા હજુ પણ આતંકી સંગઠનોના કેદીઓ જે જેલોમાં છે ત્યાં ચોકી કરી રહ્યા છે. નોંધનીય છે કે, સીરિયામાં પોતાના સૈનિકો પાછા બોલાવવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી તૂર્કીએ ત્યાં એક સૈન્ય અભિયાન શરૂ કર્યું છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી