તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યા:અંબાલીની પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

આંકલાવ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના અંબાલી ગામે રહેતી એક પરિણીતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અંબાલી ગામે 26 વર્ષીય રીન્કુબેન વિનોદભાઈ રાઠોડ પતિ, બે સંતાનો તેમજ સાસુ-સસરા સાથે રહે છે. બુધવારે બપોરે તેણીએ ઘરના મોભ સાથે દોરડું ભરાવીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારજનોને જાણ થતાં તેમણે આંકલાવ પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર આવી ચઢી હતી અને મૃતદેહનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મૃતક તેની પાછળ કોઈ અંત્તિમ ચિઠ્ઠી છોડી ગયું ન હોય તેના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી પિયર પક્ષ તેમજ સાસરી પક્ષના સભ્યોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો