તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Amazon Users Will Now Be Able To Shop Only With Voice Commands, The 'Speak To Shop' Feature Has Been Added To The Shopping App.

એમેઝોન યુઝર્સ હવે માત્ર વોઇસ કમાન્ડથી શોપિંગ કરી શકશે, શોપિંગ એપમાં ‘સ્પીક ટુ શોપ’ ફીચર ઉમેરાયું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે એપના સર્ચ બારમાં વોઈસ બટનને એક્ટિવ કરવાનો રહેશે
  • તેનાથી પ્રોડક્ટ્સની માહિતી મેળવી શકાશે સાથે જ મનપસંદ પ્રોડક્ટને કાર્ટ લિસ્ટમાં સામેલ કરી શકાશે
  • ઓર્ડર અને પેમેન્ટનું કામ યુઝર્સે મેન્યુઅલી કરવું પડશે
  • એન્ડ્રોઇડ 5.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝનનાં ડિવાઈસ પર સપોર્ટ

ગેજેટ ડેસ્કઃ વોઈસ કમાન્ડથી કોલિંગ, સ્માર્ટ હોમ પ્રોડક્ટ કન્ટ્રોલ અને વ્હીકલ કન્ટ્રોલનાં ટ્રેન્ડમાં વધુ એક ઉમેરો થયો છે. હવે વોઇસ કમાન્ડથી શોપિંગ પણ કરી શકાશે. એમેઝોન શોપિંગ એપમાં ‘સ્પીક ટુ શોપ’ ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી યુઝર અલગ અલગ પ્રોડક્ટની માહિતી મેળવી શકશે સાથે જ મનપસંદ પ્રોડક્ટને કાર્ટ લિસ્ટમાં સામેલ કરી શકશે. હાલમાં માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ માટે જ તેને લોન્ચ કરવામાં આવ્યું છે. 

એન્ડ્રોઇડ 5.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર સપોર્ટ 
આ નવાં ફીચરનો ઉપયોગ પ્રાઈમ અને નોન પ્રાઈમ યુઝર્સ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ 5.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર સપોર્ટ કરશે. તેના માટે યુઝરે એપ અપડેટ કરવાની રહેશે. સાથે જ યુઝરે એપને માઈક્રોફોન યુઝ કરવાની પરમિશન આપવાની રહેશે

આ ફીચર એલેક્સા પર બેઝ્ડ છે
 શોપિંગ એપનું વોઇસ કમાન્ડ ફીચર એલેક્સા પર બેઝ્ડ છે. જોકે યુઝર્સે તેનો ઉપયોગ કરવા માટે ‘હે એલેક્સા’ બોલવાની જરૂર નહીં પડે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે એપના સર્ચ બારમાં વોઈસ બટનને એક્ટિવ કરવાનો રહેશે. જોકે યુઝર વોઇસ કમાન્ડથી ઓર્ડર અને પેમેન્ટ નહીં કરી શકે..આ બંને કામ યુઝરે મેન્યુઅલઇબ કરવાના રહેશે.

અંગ્રેજી ભાષા સપોર્ટ 
હાલમાં આ ફીચર માત્ર અંગ્રેજી ભાષા જ સ્પોર્ટ કરે છે. કંપની થોડા સમયમાં અન્ય ભાષાનો ઓપ્શન પણ  ઉમેરશે. આ ફીચરની મદદથી યુઝર મ્યૂઝિક પણ સાંભળી શકશે. તેના માટે યુઝરે એમેઝોન મ્યૂઝિક એપ ઈન્સ્ટોલ્ડ કરવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો