અપકમિંગ / એમેઝોન પ્રાઈમે ‘મિર્ઝાપુર 2’થી લઈ ‘દિલ્લી’ સહિતની 14 ઓરિજિનલ સીરિઝની જાહેરાત કરી

Amazon Prime Announces 14 Original Series from Mirzapur 2 to  Breathe 2

Divyabhaskar.com

Jan 21, 2020, 03:23 PM IST

મુંબઈઃ એમેઝોન પ્રાઈમે એક નવો વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં આગામી સીરિઝ અંગેની માહિતી આપવામાં આવી છે. આ વીડિયોમાં ‘મિર્ઝાપુર 2’, ‘બ્રીધ 2’ તથા ‘ફેમિલી મેન 2’ સહિતની સીરિઝની ઝલક જોવા મળે છે. એમેઝોને હાલમાં જ ભારતમાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. મુંબઈમાં એમેઝોન બિગ ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં એમેઝોનના સીઈઓ જેફ બેજોસ મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સને મળ્યાં હતાં. વીડિયોમાં કુલ 14 સીરિઝની ઝલક બતાવવામાં આવી હતી.

શું છે વીડિયોમાં?
નવા વર્ષની શરૂઆત ડિરેક્ટર કબીર ખાનની ‘ધ ફર્ગોટન આર્મીઃ આઝાદી કે લિયે’થી થશે. આ સીરિઝમાં સની કૌશલ તથા શરવરી વાઘ છે. વીડિયોમાં નવા વેબ શો ‘ધ લાસ્ટ અવર’, ‘બંદિશ બેન્ડિટ્સ’, ‘દિલ્લી’, ‘પાતાલ લોક’, ‘ગોરમિન્ટ’ તથા ‘મુંબઈ ડાયરીઝ 26/11’ની પણ ઝલક જોવા મળી હતી.

અભિષેક બચ્ચનની ‘બ્રીધ 2’માં અમિત સાધ ફરી એકવાર કબીર સાંવતના રોલમાં જોવા મળશે. નિત્યા મેનન તથા સૈય્યમી ખેર મહત્ત્વના રોલમાં હશે. સાયકોલોજીકલ થ્રિલર ‘બ્રીધ’ની ફર્સ્ટ સીરિઝમાં આર માધવન, સપના પબ્બા તથા નીના કુલકર્ણી જોવા મળ્યાં હતાં.

‘મિર્ઝાપુર 2’માં ગોલુ (શ્વેતા ત્રિપાઠી) ગન સાથે જોવા મળે છે. ‘સેક્સ એન્ડ ધ સિટિ’ના દેસી વર્ઝન ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની બીજી સિઝન જોવા મળશે. આ સીરિઝનું શૂટિંગ મુંબઈ અને તુર્કીમાં થયું છે.

‘બંદિશ બેન્ડિટ્સ’માં નસીરૂદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, રીત્વિક ભૌમિક તથા શ્રેયા સિંહ ચૌધરી જોવા મળે છે. રોમેન્ટિક મ્યૂઝિકલ સીરિઝને આનંદ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ સીરિઝને અમ્રિતાપાલ સિંહ બિંદ્રાએ લખી છે.

ડિમ્પલ કાપડિયા તથા અમોલ પાલેકર આ વર્ષે ડિજીટલ ડેબ્યૂ કરી રહ્યાં છે. તેઓ પોલિટિકલ ડ્રામા સીરિઝ ‘દિલ્લી’માં જોવા મળશે. આ સીરિઝમાં સૈફ અલી ખાન, સુનીલ ગ્રોવર, મોહમ્મદ ઝિશાન, તથા સારાહ જેન ડિઆસ છે. ‘ગોરમિન્ટ’માં માનવ કૌલ, શિખા તલસાણીયા તથા ગીરિશ કુલકર્ણી મહત્ત્વના રોલમાં જોવા મળશે.

આ 14 નવી સીરિઝ શરૂ થશે
1. મિર્ઝાપુર 2
2. ધ ફેમિલી મેન 2
3. ફોર મોર શોટ્સ પ્લીઝ 2
4. બ્રીધ 2
5. ધ લાસ્ટ અવર
6. બંદિશ બેન્ડિટ
7. દિલ્લી
8. પાતાલ લોક
9. ઈન્સાઈડ એજ 3
10. ગોરમિન્ટ
11. સન્સ ઓફ સોઈલઃ જયપુર પિંક પેન્થર્સ
12. ધ ફર્ગોટન આર્મીઃ આઝાદી કે લિયે
13. મુંબઈ ડાયરીઝ 26/11
14. કોમિકસ્તાન (તમિળ)

X
Amazon Prime Announces 14 Original Series from Mirzapur 2 to  Breathe 2

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી