મારુતિ સુઝુકી / અલ્ટોનું નવું S-CNG વેરિઅન્ટ લોન્ચ, પ્રારંભિક કિંમત રૂ. 4.32 લાખ, 31.59km માઈલેજ આપશે

Alto launches new S-CNG variant, starting at Rs. 4.32 lakh, will provide 31.59km mileage

આ કારને LXI S-CNG અને LXI (O) S-CNG વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે
મારુતિ સુઝુકીએ  BS6 એન્જિન સાથે અલ્ટોના સમગ્ર દેશમાં 1 લાખથી વધુ યુનિટનું વેચાણ કર્યું છે

Divyabhaskar.com

Jan 27, 2020, 05:16 PM IST

ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ Alto BS6નું ‘S-CNG’ વેરિઅન્ટ લોન્ચ કર્યું. આ કારને બે વેરિઅન્ટ LXI S-CNG અને LXI (O) S-CNGમાં લોન્ચ કરવામાં આવી છે. તેની એક્સ શોરૂમ કિંમત 4.32 લાખ રૂપિયા છે. તેમાં ડ્યુઅલ ઇન્ટરડિપેન્ડન્ટ ECUs (ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ) અને ઈન્ટેલિજન્ટ ઈન્જેક્શન સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, અલ્ટો CNG પ્રતિ કિલોગ્રામ પર 31.59 કિલોમીટર માઈલેજ આપશે. મારુતિ સુઝુકીએ દેશભરમાં BS6 એન્જિન સાથે અલ્ટોના 1 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.

અલ્ટો S-CNGનું વેરિઅન્ટની એક્સ શોરૂમ કિંમત

વેરિઅન્ટ કિંમત
LXI S-CNG 4.32 લાખ રૂપિયા
LXI (O) S-CNG 4.36 લાખ રૂપિયા

પાવર
મારુતિ અલ્ટોમાં 796ccનું એન્જિન આપવામાં આવ્યું છે. CNGમાં આ એન્જિન 40.36 bhp પાવર અને 60 Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિન 47.33 bhp અને 69 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

ફીચર્સ
કારમાં એર કંડિશન સિસ્ટમ, પાવર સ્ટીઅરિંગ, ફ્રંટ પાવર વિંડોઝ, સિલ્વર ઍક્સન્ટ ઈનર ડોર હેન્ડલ, ફેબ્રિક અને વિનાઇલ અપ્હોલ્સ્ટરી, ડ્યુઅલ ટોન ઈન્ટિરિયર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત તેમાં વ્હીલ કવર, બોડી કલર બંપર્સ અને ડોર હેન્ડલ મળશે. સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ)ની સાથે EBD (ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યૂશન) સીટબેલ્ટ રિમાઈન્ડર, હાઈ સ્પીડ અલર્ટ, રિઅર પાર્કિંગ સેન્સરની સાથે બીજા અન્ય ફીચર્સ પણ છે.

X
Alto launches new S-CNG variant, starting at Rs. 4.32 lakh, will provide 31.59km mileage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી