તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:કોરોનામાં 290 કરોડ ખર્ચની સામે 41 કરોડ ગ્રાંટ ફાળવી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 300 કરોડની ગ્રાંટ ફરી માંગી

કોરોના પાાછળ ડિસેમ્બર સુધીમાં 290 કરોડ ખર્ચની ગણતરી પાલિકા તંત્ર કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 41 કરોડ ગ્રાંટ જ સરકાર દ્વારા પાલિકાને ફાળવવામાં આવી છે. ત્યારે પાલિકાએ 300 કરોડ ગ્રાંટની સરકારમાં ફરી માંગણી કરવી પડી છે.સરકારના રાહત કમિશનરમાંથી 26 કરોડ ગ્રાંટ મળી હતી. તે માત્ર ફૂડ માટે જ ફાળવવામાં આવી હતી. 7 લાખ શ્રમિકો ઉધના સહિતના વિસ્તારોમાં કફોડી સ્થિતિમાં હતાં તેમને બે ટાઈમ જમવાનું સિફ્ટીંગ માટે જ આ ગ્રાંટ ફાળવવામાં આવી હતી

તથા સીએમ કેર્સ ફંડમાંથી પણ 15 કરોડ પાલિકાને ફાળવવામાં આવ્યાં હતાં. આ ગ્રાંટનો જુદા જુદા ઝોનમાં ખર્ચ માટે આપવામાં આવ્યાં હોવાનું પાલિકાના અધિકારી સુત્રો કહે છે. કોરોના કાળના છેલ્લા પાંચ મહિનામાં 150 કરોડ કોરોના પાછળ ખર્ચાયા છે તે પૈકી 90 કરોડની એકાઉન્ટ ખાતામાં ખર્ચની એન્ટ્રી પણ પડી ચૂકવાઇ પણ ગયા છે. અને જુદા જુદા ઝોનમાં અને હોસ્પિટલોમાં, ઓક્સિજન પાછળ સહિતના સાધનો-દવા પાછળ ડિસેમ્બર અંત સુધીમાં કુલ મળી 290 થી 300 કરોડના ખર્ચનો અંદાજ પણ માંડવામાં આવ્યો છે.પાલિકાને આવક માટે પ્રોપર્ટી ટેક્ષ જ મુખ્ય છે આ સિવાય અન્ય ખાસ કોઈ આવક નથી ઓક્ટ્રોયની અવેજ પેટે દર મહિને 60 કરોડ આસપાસ ગ્રાંટ સરકાર ફાળવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો