અમદાવાદ / કથિત પ્રેમિકા લીનુસિંહના IAS દહિયા પર આરોપ, મને માર મારતો, ત્રીજી મહિલા સાથે લિવ-ઈનમાં રહે છે

alleged girlfriend leenusinh accused IAS dahiya beating up and express threat of death
alleged girlfriend leenusinh accused IAS dahiya beating up and express threat of death
alleged girlfriend leenusinh accused IAS dahiya beating up and express threat of death

  • લીનુસિંહના દહિયા પર આરોપ
  • તે ગમે તે રીતે મને અને મારી દીકરીને મારી શકે છે, અમારા પર જીવનું જોખમ છે
  • ગૌરવ દહિયાએ ખોટું બોલી લગ્ન કર્યા, દુનિયા સામે મારો અને પુત્રીનો સ્વીકાર કરે
     

Divyabhaskar.com

Aug 23, 2019, 03:37 PM IST

અમદાવાદ: સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાની કથિત પ્રેમિકા લીનુસિંહે આજે પત્રકાર પરિષદ કરી દહિયા પર અનેક આરોપો મુકી લગ્નના ફોટોઝની ફોરેન્સિક તપાસની માંગ કરી માર મારવાનો આરોપ પણ મુકી જીવનું જોખમ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમજ મીડિયા સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી હતી. દિલ્હીની મહિલા એવી લીનુસિંહે જણાવ્યું હતું કે, મારા લગ્ન ગૌરવ સાથે થયા છે. તેના તમામ પુરાવા આપવા માટે તૈયાર છું. મને ગૌરવે મેસેજથી ફોટોઝ મોકલેલા છે. અમારા લગ્નના ફોટોઝની ફોરેન્સિક તપાસ થવી જોઈએ. હું 6 મહિનાની ગર્ભવતી હતી ત્યારે ગૌરવ દહિયાના પિતા મને ગૌરવની જિંદગીમાં નીકળી જવા માટે દબાણ કરતા હતા. ગૌરવ દહિયાએ મને પૈસાની ઓફર કરી હતી પરંતુ મેં ના પાડી હતી. ગૌરવ દહિયાએ ખોટું બોલી લગ્ન કર્યા છે. દુનિયા સામે મારો અને પુત્રીનો સ્વીકાર કરે. હું મારા છેલ્લા શ્વાસ સુધી લડતી રહીશ.

અત્યાર સુધીમાં હું ફક્ત 10 ટકા જ પુરાવા રજૂ કરી શકી છું
લીનુસિંહે દહિયા પર વધુ આક્ષેપ કર્યાં કે ગૌરવ દહિયા મારા સિવાય ત્રીજી મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. ભગવાન મારી સાથે છે. મને પુરાવા રજૂ કરવા માટે 4 કલાક જ મળ્યા હતા. અત્યાર સુધીમાં હું ફક્ત 10 ટકા જ પુરાવા રજૂ કરી શકી છું. હું હવે દિલ્હી જઈને હાઇઓથોરિટી સામે રજૂઆત કરીશ. ગૌરવ દહિયાએ મને મારવાનો પ્રયાસ કર્યો છે. ગૌરવ મને ઘણી વાર માર મારતો હતો. જોલ્ફીડમ નામની ટેબ્લેટ જબરજસ્તી આપતો હતો. મારી દીકરી એની જ દીકરી છે અને મારી એક જ માંગ છે કે મારી દીકરીને તેના પિતાનું નામ મળે. ગૌરવ દહિયા સાથે રહેવું નથી. બસ ખાલી મારી દીકરીનો સ્વીકાર ર્ક્યો છે.

જો તે સાચો હોય તો તેને કેમ સસ્પેન્ડ કર્યો
લીનુએ આગળ કહ્યું કે, ગૌરવ દહિયા મારી બાળકીને પોતાની ગણાવતા નથી, જેથી હું ડીએનએ ટેસ્ટ માટે તૈયાર છું. તેના જીવનમાં જે ત્રીજી યુવતી છે, તે મારા બાળકને સાચવે તેવું પણ મેં તેને કહ્યું હતું. તેણે ગુજરાત સરકારને કેટલી લૂંટી એ તેનો પ્રશ્ન છે. જો એ એમ કહે છે કે દિલ્હી ખાતે તપાસ થવી જોઈએ તો ત્યાં પણ હું લડવા તૈયાર છું. મેં પીએમ, સીએમ અને ડીજીને તપાસ કરવા અરજી કરી છે. સીએમ સાહેબે જે કમિટીની રચના કરી તેના કારણે તે સસ્પેન્ડ થયો જો તે સાચો હોય તો તેને કેમ સસ્પેન્ડ કર્યો.

પ્રસુતિ સમયે પણ ગૌરવે જ ખર્ચ આપ્યો હતો
પોલીસ પ્રોટેક્શનની માગ કરતા લીનુએ આગળ કહ્યું કે, તે ગમે તે રીતે મને અને મારી દીકરીને મારી શકે છે, અમારા પર જીવનું જોખમ છે. તેઓએ દિલ્હીમાં પણ ફરિયાદ કરી છે. મને ગૌરવ દહિયા ઘર ચલાવવા માટે પૈસા આપતો હતો. ગૌરવે ઘરેણા આપ્યાં હતા તેને વેચીને હું આ લડાઈ લડીશ. રેમ્બો હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો હતો. બાળકી બીમાર પડી હતી ત્યારે સારવાર માટે 45 હજાર આપ્યા છે. મારી પ્રસુતિ વખતે પણ તેણે જ ખર્ચ કર્યો હતો. આ ખર્ચ માટે તે ક્યારેક 30 હજાર તો 35 હજાર 40 હજાર આપતો હતો.

X
alleged girlfriend leenusinh accused IAS dahiya beating up and express threat of death
alleged girlfriend leenusinh accused IAS dahiya beating up and express threat of death
alleged girlfriend leenusinh accused IAS dahiya beating up and express threat of death

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી