તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:શાળાના આચાર્યે ખોટી રીતે 30ને જેલમાં ધકેલ્યા હોવાના આક્ષેપો

જસદણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોળી વિકાસ સંગઠન દ્વારા જસદણ પ્રાંતને આવેદન અપાયું

કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમ થકી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જસદણના આંબરડી ગામની જીવન શાળાના આચાર્ય ખોડાભાઈ ખસીયા મારફતે ખોટું રાજકીય દબાણ આપી 30 જેટલા નિર્દોષ લોકોને ખોટી રીતે પોલીસ પાસે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

જેના વિરોધમાં જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં આ બનાવની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ બનાવમાં ખરેખર જે લોકો નિર્દોષ છે તેને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે તેમજ આરોપીઓને સજા કરવામાં આવે તેવી કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. તમામ લોકોને ન્યાય મળે તે માટે કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા, મહામંત્રી રસિકભાઈ કાણોતરા, ખજાનચી જયંતીભાઈ ગોહિલ, મહામંત્રી જયંતિભાઈ હાંડા તેમજ રમેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો