• Home
  • Local
  • Gujarat
  • Surat
  • All that is left now are the memories, the 22 smiling faces of this Surat made the whole of Gujarat cry in takshhila fire incident

તક્ષશિલા અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ / બસ હવે માત્ર યાદો રહી ગઇ, આ સુરતના 22 હસતાં ચહેરા આખા ગુજરાતને રડાવી ગયા

X

  • મૃતક 22 માસૂમોની હસતી-રમતી જિંદગી રોળાઈ ગઈ
  • તક્ષશિલા કાંડને એક વર્ષ થયુ કેસ ચાર્જફ્રેમ સુધી જ પહોંચ્યો

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 01:40 PM IST

સુરત. સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં એક વર્ષ પહેલા 24 મે 2019ના રોજ ભયાવહ આગ ફાટી નીકળી હતી. જેમાં માસૂમ 22 જિંદગીઓ જીવતા ભૂંજાઈ ગઈ હતી. 22 મૃતકોમાં 18 ગર્લ્સનો પણ સમાવેશ થતો હતો. પરિવારમાં ન પુરી શકાય તેવી ખોટ સર્જાઈ હતી. પરિવાર પાસે માત્ર હવે સંતાનોની યાદો જ રહી ગઈ છે. વરાછા વિસ્તારના આ હસતાં ચહેરાઓ તક્ષશિલાની ભયાવહ આગમાં સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશને રડાવી ગયા હતા.

તક્ષશિલા અગ્નિકાંડ પછી કેવી રીતે લડત ચાલી?

તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બની તેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આજથી એક વર્ષ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તત્કાલિક સુરત દોડી આવ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે ઘટનાના જવાબદારોને છોડવામાં આવશે નહીં અને ભોગ બનેલાઓના પરિવારોને પુરેપુરો અને સમય પર ન્યાય મળશે. જો કે પરિવારજનો હજી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. એક વર્ષ થયું પરંતુ હજી તપાસ ચાલુ છે.પોલીસે શરૂમાં આઈપીસી 304.308 અને 114 મુજબ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં ઇમ્પેક્ટ ફી સમયે બોગસ પ્લાન રજુ કરાતા આરોપી સવજી, જીગ્નલ,હરસુખ,રવિન્દ્ર, પી.ડી. મુન્શી ,જયેશ સોલંકી,વિનુ પરમાર,અતુલ ગોરસાવાલા અને હિમાંશુ ગજ્જર વિરુદ્ધ 304,308 અને 114 ઉપરાંત ફ્રોડને લગતી આઈપીસી 465,467,468 અને 471 કલમ ઉમેરી હતી. હજી આ કેસમાં આરોપી પકડાય તેવી સંભાવના છે. એક વર્ષમાં પોલીસે 14 આરોપીઓને પકડ્યા છે. કેટલાકની ચાર્જશીટ પણ થઈ અને કેસ ચાર્જ ફ્રેમ સુધી પહોંચ્યો છે. ચાર્જફ્રેમનો ઓર્ડર બાકી છે.આ દરમિયાન એક વખત સરકારી વકિલ પણ બદલાયા છે. એક વર્ષ બાદ પણ ફરિયાદ પક્ષે હજી તપાસ ચાલુ છે. બોગસ પ્લાન રજૂ કરનારા આર્કિટેક્ચરોની તપાસ પણ અહીં મહત્વની છે. બીજી તરફ આરોપીઓને મળેલા અધિકારોઓ વકિલ મારફત અલગ-અલગ સમયે અલગ-અલગ અરજીઓ કરી રહ્યા છે.તે અરજીઓની સુનવણી કોર્ટને કરવી પડે છે. તેની સુનવણીમાં કોર્ટનો વધારે સમય જઈ રહ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી