• Home
  • Utility
  • All services of Yes Bank will start from March 18, 1,132 branches of the bank can be transacted.

રાહત / 18 માર્ચથી યસ બેંકની તમામ સેવાઓ પહેલાંની જેમ શરૂ થશે, બેંકની 1,132 બ્રાંચમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે

All services of Yes Bank will start from March 18, 1,132 branches of the bank can be transacted.

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 02:45 PM IST

યુટિલિટી ડેસ્ક. યસ બેંકના ખાતાધારકો માટે એક રાહતના સમાચાર છે. બેંકે સોમવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે કે, ખાતાધારકો પરથી બેંકે તમામ પ્રતિબંધ હટાવી દીધા છે. બેંક 18 માર્ચ સાંજે 6 વાગે દરેક સેવાઓ પહેલાંની જેમ શરૂ કરશે. એટલે કે ખાતાધારકો 19 માર્ચથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. ખાતાધારકો બેંકની તમામ 1,132 બ્રાંચમાંથી લેવડ-દેવડ કરી શકશે. તે ઉપરાંત ગ્રાહકોને ડિજિટલ સર્વિસિઝ અને પ્લેટફોર્મ પર પણ કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

5 માર્ચ 2020ના રોજ સાંજે 6 વાગ્યાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા યસ બેંક ડિપોઝિટર્સની ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ત્યારથી યસ બેંકના કોઈ પણ ગ્રાહક કોઈપણ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરી શકતા નહોતા અને ATMમાંથી પણ પૈસા ઉપાડી શકતા નહોતા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફ્રરન્સમાં જણાવ્યા પ્રમાણે, યસ બેંક માં ભારતીય સ્ટેટ બેંક (SBI) 49 % ભાગીદારી ખરીદશે. SBI 3 વર્ષ સુધી પોતાની સ્ટેકને 26 % થી ઓછી કરી શકશે નહીં. તે ઉપરાંત પ્રાઇવેટ બેંકો પણ રોકાણ કરશે. પ્રાઇવેટ બેંકો માટે પણ લોક ઇન પીરિઅડ 3 વર્ષ સુધીનો જ રહેશે. જોકે તેના માટે સ્ટેકની લિમિટ 75 % સુધી છે.

X
All services of Yes Bank will start from March 18, 1,132 branches of the bank can be transacted.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી