તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતે ભાજપને બ્રહ્મજ્ઞાન લાધ્યું!:તમામ કાર્યક્રમો નવી સૂચના ન મળે ત્યાં સુધી રદ, ગુજરાતમાં 1.97 લાખ કેસ થયા

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્યના સત્કાર સમારંભમાં ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા - ફાઇલ તસવીર

હાલ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે, હોસ્પિટલોમાં દર્દીઓ સમાતા નથી, તેવામાં ગુજરાતમાં ભાજપના નેતાઓએ કરેલાં રાજકીય દેખાડાના કાર્યક્રમો ખૂબ ટીકાપાત્ર બન્યાં. હમણાં જ ગઢડા બેઠક પરથી ચૂંટાયેલા આત્મારામ પરમારે કેબિનેટ મંત્રી ગણપત વસાવા સાથે પોતાના વતનમાં કરેલાં રોડ-શો અને ઊર્જામંત્રી સૌરભ પટેલે પોતાના મતવિસ્તારમાં યોજેલું દિવાળી સંમેલન ભાજપના સર્વોચ્ચ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહનો છડેચોક ભંગ કરનારા હતાં.

કોઈપણ કાર્યક્રમ હોય રદ્દ કરોઃ પાટીલ
આ બાબતથી ગિન્નાયેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે આદેશ કર્યો છે કે ભાજપ હવે કોઇ જાહેર રાજકીય કાર્યક્રમ નહીં યોજે. પાટીલે ગુજરાતના તમામ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં. જો કોઇ કાર્યક્રમ અગાઉથી નક્કી થયેલો હોય તો તે કાર્યક્રમ પણ રદ્દ કરવાનો એક લીટીનો હુકમ પાટીલે પોતાના તમામ નેતાઓ, કાર્યકર્તાઓને કરી દીધો છે.

ગાઇડલાઇનના ભંગ બદલ કાર્યવાહી કરોઃ ના. મુખ્યમંત્રી
અગાઉ પાટીલ જ્યારે ગુજરાતમાં રોડ-શો કરી રહ્યા હતા ત્યારે ઘણાં બધાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને સંક્રમણ લાગ્યું અને તેમાંના ઘણાંની હાલત ખૂબ ગંભીર થઇ ગઇ હતી. ત્યારબાદ પાટીલને પણ સંક્રમણ લાગ્યું હતું અને તે પછી પાટીલે મોટાપાયે સંમેલનો યોજવાના બંધ કરી દીધાં હતાં. આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે જો કોઇપણ રીતે રાજકીય કે સામાજિક મેળવડા થાય અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જણાય તો તેના આયોજકો વિરુદ્ધ પોલિસ કાર્યવાહી કરવી જોઇએ. ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી થઇ ત્યાં ખાસ સંક્રમણ જોવા મળ્યું નથી, તેવું નીતિન પટેલે કહ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો