તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:સલાયામાં બીએસએનએલના તમામ 200 ટેલિફોન 8 દિવસથી મૂંગામંતર

સલાયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોલ્ટ દૂર કરવાને બદલે જવાબદારીની ફેંકાફેકી કરતા BSNLના અધિકારીઓ
  • ખાનગી કોન્ટ્રાક્ટરના નંબર આપી હાથ ઊંચા કરી દેતું તંત્ર : મહત્ત્વની કચેરીના ફોન બંધ

સલાયામાં બીએસએનએલના તમામ 200 ટેલીફોન 8 દિવસથી મુંગામંતર થતાં લોકોમાં દેકારો બોલી ગયો છે. મહત્વની કચેરીના ફોન પણ બંધ હોય ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે. ફોલ્ટ દૂર કરવાને બદલે અધિકારીઓ જવાબદારીની ફેંકાફેકી કરતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.સલાયામાં બીએસએનએલના 200 ટેલીફોન કનેકશન છે. આ તમામ ફોન છેલ્લાં 8 દિવસથી બંધ છે. આ અંગે ખંભાળિયા બીએસએનએલના અધિકારીને ફરિયાદ કરતા તેઓ ખાનગી કોન્ટ્રકટરના નંબર આપતા હોવાની ફરિયાદ લોકોમાં ઉઠી છે. ખાનગી માણસો ફોલ્ટ દૂર કરી શકતા નથી અને કહે છે કે આ ફોલ્ટ ખંભાળિયા ઓફીસનો છે. આમ અધિકારીઓ જવાબદારીની ફેંકાફેકી કરે છે. ખાસ કરીને ગેસ એજન્સી, સરકારી દવાખાનું, પોલીસ સ્ટેશન સહીત મહત્વની કચેરીના ફોન બંધ છે. આથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે. આસ્થિતિમાં બંધ ટેલીફોન સત્વરે ચાલુ થશે કે કેમ તે જોવાનું રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો