ફર્સ્ટ લુક / ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનો આલિયા ભટ્ટનો માફિયા ક્વીન તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ

Alia Bhatt's first look as Mafia Queen released from movie Gangubai Kathiawadi

Divyabhaskar.com

Jan 15, 2020, 12:27 PM IST

બોલિવૂડ ડેસ્ક: આલિયા ભટ્ટનો ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ગુજરાતી ગેંગસ્ટર લેડીના લીડ રોલમાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કરતાં ભણસાલી પ્રોડક્શને લખ્યું હતું કે, ‘સ્ટ્રેન્થ, પાવર, ફિઅર. એક લુક, હજારો ભાવનાઓ. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.’

ફિલ્મમાં આલિયા તેનાં ગેંગસ્ટરનાં કેરેક્ટરમાં જ રહેશે. જ્યારે બીજી સ્ટારકાસ્ટની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મમાં અજય દેવગણનો સ્પેશિયલ અપિઅરન્સ હશે, મોટે ભાગે તે માફિયા ડોન કરીમ લાલાની ભૂમિકા ભજવશે. કોમેડી રોલ માટે વિજય રાઝ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં હશે. સંજય લીલા ભણસાલીએ આલિયા માટે અમુક લોકગીતો કમ્પોઝ કર્યા છે પરંતુ તે લિપ સિન્ક કરતી દેખાશે નહીં. ગીત બેકગ્રાઉન્ડમાં વાગશે. ફિલ્મમાં લાઈવ સાઉન્ડ હશે એટલે આલિયાએ તેના ડાયલોગ્સ પણ એક ટ્રાયમાં જ બોલવા પડશે. તેને ડબિંગ માટે સેકન્ડ ચાન્સ નહીં મળે. શૂટિંગ વખતેની તેની ડાયલોગ ડિલિવરી ફાઇનલ હશે. આ ફિલ્મમાં આલિયા ગન ચલાવતી દેખાશે. અગાઉ ‘રાઝી’ ફિલ્મમાં તેણે ગન ચલાવી હતી પરંતુ આ ફિલ્મ માટે તો તેણે શાર્પ શૂટર તરીકે દેખાવું પડશે.

વાસ્તવિક ઘટનાક્રમ પર આધારિત છે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટનાક્રમ પર આધારિત છે, જેને પ્રખ્યાત ક્રાઈમ કથા લેખક એસ. હુસૈન ઝૈદીએ પોતાના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં એક ચેપ્ટરમાં આલેખી હતી. કાઠિયાવાડના એક શ્રીમંત પરિવારની દીકરી ગંગુબાઈ આઝાદી પહેલાંના સમયમાં પોતાની પેઢીના એક કર્મચારીના પ્રેમમાં પડી હતી. કર્મચારી તેને લગ્નની અને ફિલ્મમાં અભિનેત્રી બનાવવાની લાલચ આપીને મુંબઈ લઈ આવેલો, જ્યાં એણે ગંગુબાઈને એક વેશ્યાગૃહમાં પાંચસો રૂપિયામાં વેચી દીધેલી. નછૂટકે વેશ્યા વ્યવસાયમાં ધકેલાયેલી નિઃસહાય ગંગુબાઈએ આને પોતાનું બદનસીબ ગણીને આ વ્યવસાય સ્વીકારી લીધેલો. સાઠના દાયકામાં તે પોતે પણ મુંબઈના હીરામંડી રેડ લાઈટ એરિયામાં વેશ્યાગૃહની પ્રભાવશાળી માલિકણ બની હતી.

X
Alia Bhatt's first look as Mafia Queen released from movie Gangubai Kathiawadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી