અપકમિંગ / ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ મિનિમમ મેક-અપ અને સાદા કપડાંમાં જોવા મળશે

Alia Bhatt won’t sing and dance in Sanjay Leela Bhansali’s drama Gangubai Kathiawadi

Divyabhaskar.com

Jan 12, 2020, 03:43 PM IST

મુંબઈઃ આલિયા ભટ્ટ પહેલી જ વાર સંજય લીલા ભણશાલી સાથે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા પર કોઈ ડાન્સ સીક્વન્સ તથા કોઈ ગીત ફિલ્માવવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ ફિલ્મમાં હજી સુધી મેલ એક્ટરના નામની જાહેરાત કરવામાં આવી નથી. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં રણવીર સિંહ કે પછી અજય દેવગનને લેવામાં આવશે. જોકે, હજી સુધી કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી.

બેકગ્રાઉન્ડમાં ગીત વાગશે
સૂત્રોના મતે, ફિલ્મમાં આલિયાએ ગેંગસ્ટરનું પાત્ર ભજવ્યું છે. સંજય લીલા ભણશાલીએ આલિયા માટે ફોક સોંગ્સ કમ્પોઝ્ડ કર્યાં છે પરંતુ આ સોંગ બેકગ્રાઉન્ડમાં વાગશે. સંજય લીલા ભણશાલીની ‘બ્લેક’ બાદ આ બીજી ફિલ્મ છે, જે રિયાલિસ્ટિક ડ્રામા પર આધારિત છે.

ભભકાદાર કપડાં પહેરશે નહીં
સામાન્ય રીતે સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં એક્ટ્રેસ હેવી આઉટફિટમાં જોવા મળતી હોય છે. જોકે, આલિયાના આઉટફિટ તદ્દન સામાન્ય અને તે મિનિમમ મેક-અપમાં જોવા મળશે.

ગન સાથે શૂટિંગ કરશે
ફિલ્મમાં આલિયા ભટ્ટ ગેંગસ્ટર હોવાથી તે ગન સાથે શૂટિંગ કરશે. ‘રાઝી’માં આલિયા ભટ્ટ બંદૂક ચલાવતી જોવા મળી હતી પરંતુ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયાનો લુક શાર્પ શૂટર જેવો લાગવો જરૂરી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સતત ગન સાથે જોવા મળશે.

આ પુસ્તકમાં ગંગુબાઈનો ઉલ્લેખ હતો
લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં ગંગુબાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંગુબાઈ સાઠના દાયકામાં મુંબઈના કમાઠીપુરામાં કોઠો ચલાવતી હતી. ગંગુબાઈને તેના પતિએ વેચી નાખી હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલ પ્લે કરવાની છે. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને લેવામાં આવશે.

X
Alia Bhatt won’t sing and dance in Sanjay Leela Bhansali’s drama Gangubai Kathiawadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી