ઉપલબ્ધિ / આલિયા ભટ્ટ સેક્સીએસ્ટ એશિયન વુમન 2019, દીપિકા પાદુકોણ દાયકાની સૌથી સેક્સી મહિલા

Alia Bhatt becomes the sexiest Asian woman 2019, followed by Deepika Padukone and Priyanka Chopra on tenth.

Divyabhaskar.com

Dec 12, 2019, 06:00 PM IST

મુંબઈઃ દીપિકા પાદુકોણ ‘સેક્સીએસ્ટ વુમન ઓફ ધ ડિકેડ’ તથા આલિયા ભટ્ટ ‘સેક્સીએસ્ટ એશિયન ફિમેલ 2019’ તરીકે પસંદગી પામ્યા છે. યુકેના વીકલી ‘ઈસ્ટર્ન આઈ’એ ઓનલાઈન પોલ કરાવ્યો હતો. ઓન લાઈન પોલમાં વોટ્સ, સકારાત્મક અસર તથા મીડિયા કવરેજને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

સેક્સીએસ્ટ એશિયન ફિમેલ તરીકે પસંદ થયા બાદ આલિયા ભટ્ટે કહ્યું હતું કે તે હંમેશાથી માને છે કે સુંદરતા જે દેખાય છે, તેના કરતાં ઘણી અલગ છે. બધા દિવસે દિવસે ઘરડાં થતા જાય છે અને તેમાં પરિવર્તન આવે છે પરંતુ સારા મન હંમેશાં વ્યક્તિને સુંદર રાખે છે અને તેના પર જ ફોકસ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય’ને ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવી છે.

ગયા વર્ષે ‘સેક્સીએસ્ટ એશિયન ફિમેલ 2018’માં દીપિકા પાદુકોણ ટોચ પર હતી. જોકે, આ વખતે તે બીજા સ્થાને છે. દીપિકાએ કહ્યું હતું કે તે ચાહકોનો આભાર માને છે, જેઓ દર વર્ષે તેના માટે વોટ આપે છે. તે ક્યારેય પોતાને સેક્સી માનતી નથી.

ટોપ 10 સેક્સીએસ્ટ એશિયન ફિમેલ 2019
1. આલિયા ભટ્ટ
2. દીપિકા પાદુકોણ
3. હિના ખાન
4. માહિરા ખાન
5. સુરભી ચંદના
6. કેટરીના કૈફ
7. શિવાંગી જોષી
8. નિયા શર્મા
9. મહેવિશ હયાત
10. પ્રિયંકા ચોપરા

ઉલ્લેખનીય છે કે ટોપ 50ની યાદીમાં 21 વર્ષીય અનન્યા પાંડે 36મા સ્થાને તથા ઐશ્વર્યા રાય બચ્ચન 39મા ક્રમે છે, જ્યારે યુ-ટ્યૂબર સુપરસ્ટાર લિલી સિંહ 14મા સ્થાને છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયા સેક્સીએસ્ટ એશિયન મેલ તરીકે રીતિક રોશનની પસંદી કરવામાં આવી હતી.

ટોપ 10 સેક્સીએસ્ટ વુમન ઓફ ધ ડિકેડ
1. દીપિકા પાદુકોણ
2. પ્રિયંકા ચોપરા
3. માહિરા ખાન
4. કેટરીના કૈફ
5. દ્રષ્ટિ ધામી
6. ફ્રિડા પીન્ટો
7. આલિયા ભટ્ટ
8. અનુષ્કા શર્મા
9. નિયા શર્મા
10. સોનમ કપૂર

X
Alia Bhatt becomes the sexiest Asian woman 2019, followed by Deepika Padukone and Priyanka Chopra on tenth.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી