સુરત / પોલીસ તંત્ર કોરોના વાઈરસને લઈ એલર્ટ, વીડિયો કોલ દ્વારા ફરિયાદ નોંધવા સૂચન

માસ્ક સાથે પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે
માસ્ક સાથે પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે

  • મેસેજ અને ફોન દ્વારા ફરિયાદ નોંધવા સૂચન
  • પોલીસ હવે માસ્ક પહેરી ફરજ નિભાવશે

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 05:55 PM IST

સુરતઃ ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સુરતમાં પણ એક કેસ પોઝિટિવ સામે આવ્યો છે. જેથી અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ACP સી કે પટેલ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં વીડિયો કોલ દ્વારા ફરિયાદ નોંધવા સૂચન કર્યું હતું.

પોલીસ કર્મચારીઓને સાવધાની રાખવા સલાહ

એસીપી સી કે પટેલ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને કોરોના વાયરસ સામે કેવી રીતે તકેદારી રાખવી તે અંગેની સુચના આપી હતી. સી કે પટેલે કર્મચારીઓને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા તથા માસ્ક પહેરીને ફરજ નિભાવવાની સૂચના આપી હતી. અરજદારો પોલીસ સ્ટેશન ન આવી શકે તો ફોન પર કે મેસેજ દ્વારા અથવા તો વીડિયો કોલ દ્વારા તેમની ફરિયાદ નોંધવા અને તેની તપાસ બાદમાં કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોને પણ કોરોના સામે સાવધાની રાખીને કામ કરવાની સલાહ આપી હતી.

X
માસ્ક સાથે પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છેમાસ્ક સાથે પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી