તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:અણસોલ પાસે મિની ટ્રકમાંથી ~ 9.84 લાખનો દારૂ ઝડપાયો

શામળાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂંઠા- મશીનના બોક્ષની આડમાં દારૂ સંતાડ્યો હતો

શામળાજી પોલીસે અણસોલની સીમમાંથી મિની ટ્રકમાં પૂંઠા અને મશીનના બોક્ષની આડમાં સંતાડીને લઈ જવાતો 9.84 લાખનો વિદેશી દારૂ ઝડપી ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોના ચેકિંગ દરમિયાન મિની ટ્રક (ગાડી.નં-NL 01 AB 6499) ને અટકાવી તલાસી લેતાં ટ્રકમાંથી પૂંઠા અને મશીનના બોક્ષ બોક્ષ હટાવતાની સાથે ટ્રકની વચ્ચે સંતાડેલો કુલ રૂ.૯,૮૪,૪૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક મોહસીનખાન હસનખાન અને ક્લીનર દિલીપ રાજેન્દ્ર માંડલ (બંને રહે,હરિયાણા) ને ઝડપી ટ્રક,મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ રૂ.૧૬૮૭૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના રાજુ યાદવ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો