તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાલાસિનોરમાં દારૂ-બિયર ઝડપાયો, બુટલેગર છૂમંતર, પોલીસે 14 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર શહેરના કીટકીટવાડામાં રહેણાંકી મકાનમાં પોલીસે છાપો મારી વિલાયતી દારૂ, બિયરટીનનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર પલાયન થઇ ગયો હતો. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બાલાસિનોર શહેરના કીટકીટવાડામાં રહેતો સલીમ ઉર્ફે કવાલ નુરમહંમદ શેખ તેના રહેણાંકી મકાનમાં ઇંગ્લીશ દારૂ, બિયરટીન છુપાવીને વેચતો હોવાની પૂર્વબાતમીના આધારે બાલાસિનોર પોલીસે રેઇડ પાડી વિદેશી દારૂની 27 બોટલ તથા 10 બિયરટીન મળી 37 બોટલ સહિત કુલ રૂ.14,360નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જો કે, પોલીસના દરોડાની ગંધ આવી ગઇ હોય તેમ બુટલેગર સલીમ ઉર્ફે કવાલ નુરમહંમદ શેખ રેઇડ પૂર્વે જ પોબારા ભણી ગયો હતો. આ અંગે પોલીસે દારૂ, બિયરનો જથ્થો કબજે લઇ ફરાર શખસ વિરૂધ્ધ ગુનો દર્જ કરી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો