તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હુમલો:દારૂ પીતા શખ્સોનો પાેલીસમેન પર હુમલો

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિભાપરનો બનાવ : પોલીસવાળા મંદિરમાં છૂપાઇ ગયા તો ટોળાંએ પથ્થરમારો કર્યો

જામનગર શહેરના વિભાપર ગામે રાત્રીના સમયે પાેલીસકર્મી પેટ્રોલીંગમાં નિકળ્યા હતાં ત્યારે ત્રણ શખસો જાહેરમાં દારૂ પીતા હોય પોલીસે તેની પુછપરછ કરી ફાેટા પાડતા ઉશ્કેરાઇને નશાખોરોએ પોલીસમેનને પછાડીને પથ્થરથી મારવાની કોશીષ ચાલુ કરતા ટોળ઼ું ધસી આવ્યું હતું. જે બાદ પોલીસમેન મહામહેનતે છટકીને મંદિરમાં છુપાઇ ગયાે હતો, જયાં ટોળાએ પથ્થરમારો કરતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો વિભાપર ગામ દોડી ગયો હતો, જે બાદ ટોળુ નાશી છુટયું હતું. પોલીસે 12 શખસો સહિત મહિલાઓ સામે ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.

જામનગર શહેરના વિભાપર ગામે બેડી મરીન પોલીસના પોલીસમેન સંજયસિંહ ખુમાનસિંહ રાઠોડ તથા અન્ય પોલીસ કર્મચારી પેટ્રાેલીંગમાં હતા ત્યારે વિભાપર પટેલ સમાજ તરફ જતા રોડ પર મુકેશ મનજી મકવાણા, કાન્તી મોહન મકવાણા તથા અન્ય એક અજાણ્યો શખસ જાહેરમાં દારૂ પીતા હોય સંજયસિંહે તેઓની પુછપરછ કરતા અને ફોટો પાડતા ત્રણેય શખસો ઉશ્કેરાઇ ગયા હતાં અને કાન્તી મોહને સંજયસિંહને ધકકો મારી પછાડી ગઇ તથા પથ્થર ઉપાડીને ઉગામયાે હતો અને અન્ય દિપાે અને મનીષ આવી ગયા હતાં અને મોટરસાયકલ પર સંજયસિંહ ઉપર હુમલો કર્યો હતો. જે બાદ મહામહેનતે સંજયસિંહ નજીક આવેલા મંદિરમાં છુપાઇ ગયા હતાં, જયાં મહિલા અને પુરૂષોનું ટોળુ ઘસી આવ્યું હતું અને ધોકા અને પથ્થરો બારી અને બારણામાં ફટકાર્યા હતાં.

બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો વીભાપર ગામે દોડી ગયો હતો જે દરમિયાન ટોળુ નાશી છુટયું હતું. પોલીસે રાત્રે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું અને રાત્રે મોડેથી પોલીસે ઘટનામાં સંડોવાયેલા મુકેશ મનજી મકવાણા, કાન્તી મોહન મકવાણા, અજાણ્યો શખસ, દીપો, મનીષ, સંદીપ, નારદ મુળજી મકવાણા, પ્રકાશ મુળજી મકવાણા, મનસુખ દાનાભાઇ મકવાણા, જયસુખ દાનાભાઇ મકવાણા, અન્ય મહિલા તથા પુરૂષો સામે ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો