ટ્રોલર / અક્ષય કુમારે સલમાન ખાનને ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ને લઈ ટ્રોલ કર્યો

akshay Kumar hilariously trolls Salman Khan for title of his next Kabhi Eid Kabhi Diwali

Divyabhaskar.com

Jan 10, 2020, 07:21 PM IST

મુંબઈઃ સલમાન ખાનs પોતાની નેકસ્ટ ફિલ્મની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. સલમાન ખાન ડિરેક્ટર ફરહાદ સામજીની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં કામ કરશે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે. અક્ષય કુમારે સલમાનને નવી ફિલ્મ માટે શુભેચ્છા જ નહોતી આપી પરંતુ તેને ટ્રોલ પણ કર્યો હતો.

શું કહ્યું અક્ષય કુમારે?
અક્ષય કુમારે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું, મારા ડિયર ફ્રેન્ડ્સ, સાજીદ નડિયાદવાલા, સલમાન ખાન તથા ફરહાદ સામજીને ‘કભી ઈદ કભી દિવાલી’ માટે અભિનંદન. આ ફિલ્મની સીક્વલ માટેનું નામ પણ વિચારીને રાખ્યું છે, ‘કભી ઈદ કભી ક્રિસમસ’

ચાહકોએ પણ મજાક ઉડાવી
ચાહકોએ પણ ‘કભી ઈદ કભી દિવાલી’ને લઈને મજાક ઉડાવી હતી. એક ટ્વિટર યુઝરે કહ્યું હતું, આ તો ટાઈટલ છે કે રિલીઝ ડેટ? તો અન્ય એકે કહ્યું હતું, મૈં દિલ મેં આતા હૂં સમજ મેં નહીં. તો એક યુઝરે કહ્યું હતું, પાંડેજી ભી કમાલ કરતે હૈં

સલમાને ટ્વીટ કરીને નવી ફિલ્મની જાહેરાત કરી

ગયા વર્ષે બે ફિલ્મ રિલીઝ થઈ
વર્ષ 2019માં સલમાન ખાનની ‘ભારત’ તથા ‘દબંગ 3’ રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. હવે, સલમાન ખાન ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ તથા રણદીપ હૂડા છે.

X
akshay Kumar hilariously trolls Salman Khan for title of his next Kabhi Eid Kabhi Diwali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી