તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનલોક-5:અક્ષરધામ 25મીથી ખુલશે, રૂમાલ કે દુપટ્ટો નહીં ચાલે, માસ્ક ફરજિયાત

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 215 દિવસ પછી ગાંધીનગરના મંદિરમાં દર્શન શરૂ થશે, આતંકી હુમલા પછી 14 દિવસ બંધ રહ્યા બાદ પહેલીવાર 6 માસ બંધ રહ્યું

ગાંધીનગર અક્ષરધામ મંદિર 215 દિવસ પછી 25 ઓક્ટોબર પછી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. મંદિર પરિસરમાં માસ્ક વિના કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. મંગળવારથી રવિવાર સુધી સાંજે 5 વાગ્યાથી 7.30 સુધી પ્રવેશ મળી શકશે. વોટર શો પણ 7.15 વાગે શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 23 માર્ચથી અક્ષરધામ બંધ કરવામાં આવ્યું હતું. અગાઉ અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ત્યારે 14 દિવસ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આ પછી 215 દિવસ મંદિર બંધ રહ્યું હોવાની આ પહેલી ઘટના છે. અક્ષરધામમાં પ્રવેશ માટે માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. રૂમાલ કે દુપટ્ટો પણ ચાલશે નહીં. આ ઉપરાંત મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ફરજિયાત કરવાનું રહેશે. વૃદ્ધ, અશક્ત, બીમાર, ગર્ભવતી મહિલા તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ દર્શન માટે આવવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે.

મંદિર પરિસરમાં કોઈપણ જગ્યાએ રેલિંગ કે કેમ્પસની અન્ય વસ્તુઓનો સ્પર્શ ન કરવા પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારનો સામાન (થેલી, બેગ કે પર્સ) સાથે ન લાવવા પણ જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો