વિરોધ / એમએલએ મંજિન્દર સિંહે ‘સેક્રેડ ગેમ્સ 2’ને શીખ ધર્મને ઠેસ પહોંચાડતી ગણાવી, તાત્કાલિક સીન હટાવવાની માગ કરી

Akali Dal leader says Sacred Games 2 hurts religious sentiments of Sikhs, wants Saif Ali Khan’s scene deleted

Divyabhaskar.com

Aug 20, 2019, 04:20 PM IST

બોલિવૂડ ડેસ્ક: અકાલી દળના નેતા મંજિન્દર સિંહ સિરસાએ ‘નેટફ્લિક્સ’ની ઓરિજિનલ વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ વિરુદ્ધ વાંધો ઉઠાવ્યો છે. તેમણે વેબ સિરીઝમાંથી શીખ સેન્ટિમેન્ટ્સને ઠેસ પહોંચાડતા સીનને તરત ડિલીટ કરવાની માગ કરી છે. ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝનમાં એક સીનમાં સરતાજ સિંહ જેનો રોલ સૈફ અલી ખાને નિભાવ્યો છે તે કડાને દરિયામાં ફેંકે છે. સ્વાભાવિક છે કે શીખ ધર્મમાં કડાને ઘણું પવિત્ર માનવામાં આવે છે.

એમએલએ મંજિન્દર સિંહ સિરસાએ ઘણા બધા ટ્વીટ કરી તેમના અણગમાને રજૂ કર્યો હતો. તેમણે વીડિયો શેર કરી લખ્યું કે, ‘મને આશ્ચર્ય થાય છે કે બોલિવૂડ કેમ સતત આપણા ધાર્મિક સિમ્બોલ્સને અપમાનિત કરતું રહે છે. અનુરાગ કશ્યપે આ સીન જાણીજોઈને સેક્રેડ ગેમ્સ 2માં રાખ્યો છે જેમાં સૈફ અલી ખાન તેનું કડું દરિયામાં ફેંકે છે. કડું કોઈ સામાન્ય ઓર્નામેન્ટ નથી. આ શીખનું ગૌરવ છે અને ગુરુ સાહિબના આશીર્વાદ છે.’

તેમણે એવું પણ લખ્યું કે, ‘તમને શીખ વિશે કંઈપણ ખબર નથી તો શું કામ તમે મુખ્ય પાત્ર શીખનું રાખ્યું? હું આ સીનને બને એટલી ઝડપથી હટાવવા માટે ડિમાન્ડ કરું છું અથવા અમે પ્રોડક્શન ટીમ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેશું.’

તેમણે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટરને ટેગ કરી ‘નેટફ્લિક્સ’ અને ‘સેક્રેડ ગેમ્સ’ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે વિનંતી કરી હતી.

તેમણે ‘સેક્રેડ ગેમ્સ’નો જ વધુ એક વીડિયો પોસ્ટ કરી તેને વખોડતા લખ્યું કે, ‘સેક્રેડ ગેમ્સ ભગવાનને અપમાનિત કરતું હોય એવી જ રીતે શરૂ થઇ હતી, તે ભગવાનને અલ્લાહ અને જીસસ સાથે રિપ્લેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું મીડિયા આ બધું ચલાવી લેશે?’

‘સેક્રેડ ગેમ્સ’ની પહેલી સીઝન ગયા વર્ષે 6 જુલાઈના રિલીઝ થઇ હતી. આ સિરીઝ વિક્રમ ચંદ્રાની બુક પર આધારિત છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનેએ સાથે મળીને આ સિરીઝને ડિરેક્ટ કરી હતી. બીજી સીઝનમાં કો-ડિરેક્ટર નીરજ ઘાયવાન છે. પહેલી સીઝનમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, પંકજ ત્રિપાઠી, રાધિકા આપ્ટે વગેરે મહત્ત્વના રોલમાં હતા. બીજી સીઝનમાં અમુક જૂના ચહેરાઓની સાથે નવા ચહેરા પણ જોવા મળશે જેમાં કલ્કી કોચલીન, રણવીર શોરે સામેલ છે.

X
Akali Dal leader says Sacred Games 2 hurts religious sentiments of Sikhs, wants Saif Ali Khan’s scene deleted

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી