તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એક્શન રોમાન્સથી ભરપૂર ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ દમદાર છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિલ્મતાનાજીઃ ધ અનસંગ વોરિયર
રેટિંગ3.5/5
સ્ટાર-કાસ્ટઅજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન
ડિરેક્ટરઓમ રાઉત
પ્રોડ્યૂસરઅજય દેવગન, ભૂષણ કુમાર
સંગીતઅજય-અતુલ
જોનરબાયોગ્રાફિકલ પીરિયડ એક્શન ફિલ્મ

વર્ષ 2020ના સેકન્ડ વીકમાં રિલીઝ થતી ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ બોક્સ ઓફિસ પર સારી ફિલ્મ સાબિત થઈ શકે છે. ફિલ્મની વાર્તા તાનાજી માલુસરેના પિતા મુઘલો સામે લડે છે. દીકરા તાનાજીને (અજય દેવગન) દેશને આઝાદી અપાવવાનું કહીને અંતિમ શ્વાસ લે છે. તાનાજી, છત્રપતિ શિવાજી મહારાજના સારા મિત્ર તથા વીર યૌદ્ધા હોય છે. તાનાજીના દીકરાના લગ્ન નક્કી થતાં તેઓ શિવાજીને આંમત્રણ આપવા માટે જાય છે. અહીંયા તેમને ખબર પડે છે કે સ્વરાજ માટે સિંહગઢ કિલ્લો જીતવો જરૂરી હોય છે. તાનાજીએ દીકરાના લગ્ન તથા સ્વરાજની લડાઈ એમ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. તાનાજી સ્વરાજની લડાઈ પસંદ કરે છે, કારણ કે તેમના માટે દેશથી વધારે કંઈ જ નથી. તેઓ યુદ્ધ પર નીકળે છે. ફિલ્મમાં રોમાંચક યુદ્ધ સીન્સ બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન તથા શરદ કેલકરે પ્રશંસનીય કામ કર્યું છે. ફિલ્મમાં કેટલાંક સીન્સમાં સૈફ અલી ખાન એક્ટર અજય પર ભારે પડે છે. ફિલ્મમાં અજયની એક વાત ખટકે છે કે તેની ઉંમર વીર યૌદ્ધા તરીકે વધારે લાગે છે. શરદ કેલકર શિવાજી તરીકે પર્ફેક્ટ છે. તેણે એક્ટિંગ તથા ડાયલોગ ડિલિવરીથી દર્શકોના દિલ જીતી લીધા છે.  ફિલ્મ 3D ફોર્મેટમાં બનાવવામાં આવી છે. તીર-તલવારબાજીના સીન્સ આ ફોર્મેટમાં જોવા રોમાંચક છે. મરાઠી ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉતે ‘તાનાજી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. તેમણે ડિરેક્શનની નાનામાં નાની બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. બાકીની કમી ફિલ્મના કલાકારોઓ પૂરી કરી છે. ઈતિહાસમાં રસ હોય તેમણે આ ફિલ્મ ખાસ જોવી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો