તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Ajay Devgn Film Taanaji The Unsung Warrior Second Trailer Released

અજય દેવગનની ‘તાનાજી’માં જબરજસ્ત સંવાદો અને વિઝ્યુઅલનું શાનદાર કોમ્બિનેશન જોવા મળ્યું

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’નું બીજું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાનદાર સંવાદો તથા સારા વિઝ્યુઅલ્સ જોવા મળ્યાં છે. આ ઉપરાંત ‘ઓમકારા’ બાદ ફરી એકવાર અજય દેવગન સામે સૈફ અલી ખાન મજબૂતીથી ટક્કર લઈ રહ્યો છે.

અજયે ટ્વિટર પર શૅર કર્યું
અજયે ટ્વીટ કરતાં કહ્યું હતું, ચાર ફેબ્રુઆરી, 1670ની એ લડાઈ, જેમાં આખો દેશ સાથે આવ્યો. આ સાક્ષી ક્ષણમાં ઈતિહાસ રચવામાં આવ્યો હતો. ‘તાનાજીઃ અનસંગ વોરિયર’નું ટ્રેલર. 

શું છે ટ્રેલરમાં?
ટ્રેલરની શરૂઆત સંજય મિશ્રાના અવાજમાં થાય છે. તે નેરેટ કરે છે, ભારત...એક સોને કી ચિડિયા... પર કઈ બાહરી આક્રમણકારિયોં ને ચિડિયા કી ઉસ આત્મા કો છલની કર દિયા...ટ્રેલરના અંતે અજય દેવગન બોલે છે, અબ લહરાઓ ભગવા ઔર કર દો એલાન...પહલે શાદી કોઢાણા કી..ફિર મેરે રાય બા કી..આ ઉપરાંત ટ્રેલરમાં ઘણાં જ સારા સંવાદો છે. ટ્રેલરમાં વિઝ્યુઅલ્સ ઘણાં જ સારા જોવા મળે છે, જેમાં પાણીમાં તોપ લઈ જતાં સિપાહીઓ, દોરડાની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં સૈનિક. બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગે છે, ‘વીર હૈં ચલા...’ ઘણું જ સારું છે.
ઉલ્લેખનીય છે કે અજય દેવગનની આ ફિલ્મ શિવાજીના સૂબેદાર તાનાજી માલૂસરે પર આધારિત છે. આ ફિલ્મમાં અજયની સાથે કાજોલ તથા સૈફ અલી ખાન છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ જ દિવસે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થવાની છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો