કોરોના ઈફેક્ટ / દુબઈ, સિંગાપોર અને બેંગકોકના વિમાન ભાડાં 50 ટકા સુધી ઘટ્યા

Airline fares in Dubai, Singapore and Bangkok dropped by 50 percent

Divyabhaskar.com

Mar 08, 2020, 01:26 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાઈરસને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિદેશમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. કોરોનાથી અસર પામેલા દેશોમાં જવાનું લોકો ટાળી રહ્યા છે. તેના કારણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવતી ઇન્ટરનેશનલ ફ્લાઈટોમાં પેસેન્જરોની સંખ્યા 30 ટકાથી વધુ ઘટી ગઈ છે. જ્યારે સાઉથ ઈસ્ટના દેશોમાં જતી ફ્લાઈટમાં 40 ટકાથી વધુ પેસેન્જરો ઘટ્યા છે. હાલ દુબઈ, સિંગાપોર અને બેંગકોકના વિમાન ભાડાંમાં 50 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. ડોમેસ્ટિક પેસેન્જરોમાં પણ 10 ટકા સુધી ઘટાડો નોંધાતા ફ્લાઈટના ભાડાં ઓછા થઈ ગયા છે.

વિવિધ એરલાઈન્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ડોમેસ્ટિકની સાથે ઈન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા પણ ઘટી રહી છે. કેટલીક એરલાઈન્સ ટિકિટ રદ કરાવનારા પેસેન્જરને પૂરે પૂરી રકમ રિફંડ આપવાનું કહ્યું છે.

શહેર રેગ્યુલર ભાડું હાલનું ભાડું
મુંબઈ 4000થી 5000 2200થી 2500
દિલ્હી 5000થી 6000 2500થી 3000
કોચી 7000થી 8000 4000થી 5000
બેંગકોક 11000થી 12000 6000થી 7000
દુબઈ 13000થી 14000 7000થી 8000

X
Airline fares in Dubai, Singapore and Bangkok dropped by 50 percent

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી