• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • Air show rehearsal held in res course , celebrating the state level celebration of 26th january in rajkot

રાજકોટ / આજથી 26મીની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ, ન્યૂ રેસકોર્સમાં એર-શોનું આયોજન

પેરામોટર દ્વારા અવનવા કરતબો દેખાડવામાં આવશે

  • શહેરીજનોને પેરા મોટરિંગ, પેરા સેઇલિંગ, ફલેચેબલ એરો મોડેલિંગ સહિતના દિલધડક કરતબોની મોજ માણવા મળશે

Divyabhaskar.com

Jan 18, 2020, 01:12 AM IST

રાજકોટઃ રાજકોટ શહેર-જિલ્લામાં વર્ષ 2020ના 71માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ 18મીને શનિવારે ન્યુ રેસકોર્સ ખાતે રોમાંચક અને દિલઘડક એર-શોના આયોજન સાથે પ્રજાસત્તાક પર્વ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાશે. શુક્રવારે એર-શોનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજસેઇલના સંયુક્ત ઉપક્રમે યોજાનાર એરો સ્પોર્ટસના કાર્યક્રમ માટે ન્યુ રેસકોર્સના એક લાખ ચોરસ મીટરના મેદાનની પસંદગા કરવામાં આવી છે જેમાં નિષ્ણાંતો દ્વારા અવકાશી કરતબોનું નિદર્શન કરવામાં આવશે.

મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે
એરો સ્પોર્ટસના નિષ્ણાંતો દ્વારા પેરા મોટરીંગ, પેરા સેઇલીંગ, ફલેચેબલ એરો મોડલીંગ, હેલીકોપ્ટર મેનુવરે બિલીટી, ફલાય પાસ, એર બલુન જેવા અનેક સાહસિક અવકાશી કરતબો શનિવારે બપોરે 3 વાગ્યે રાજકોટવાસીઓને જોવા અને માણવા મળશે. અથેર સોલ્યુશન એન્ડ સર્વિસીસના કેપ્ટન ચાંદની મહેતા અને ટીમ દ્વારા યોજાનાર એર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી