જોખમ / વાયુ પ્રદૂષણને લીધે સ્ટ્રોક આવવાનું જોખમ વધે છે

Air pollution increases the risk of stroke

  • વાહનો અને ઔદ્યોગિક ધુમાડાને લીધે સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે
  • મગજમાં લોહીની ઊણપ થવાથી અને ધમનીઓ ફાટી જવાથી સ્ટ્રોક આવે છે
  • સ્ટ્રોકનાં જોખમને ઓછું કરવા માટે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ ડાયટ અને વ્યાયામ કરવો જોઈએ

Divyabhaskar.com

Nov 13, 2019, 01:51 PM IST

હેલ્થ ડેસ્કઃ વાયુ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. વધતી જતી ઠંડી અને ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને લીધે સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે. સ્વીડનમાં થયેલ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયર્ન્મેન્ટલ મેડિસિન દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ અનુસાર આ પ્રકારના ધુમાડાને લીધે મગજની ઇનર લાઇનિંગને નુકસાન પહોંચે છે. તેથી સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે.

વાયુ પ્રદૂષણ સ્ટ્રોક આવવાનું એક કારણ
વાયુ પ્રદૂષણથી પણ વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોક પ્રેરતાં અન્ય મુખ્ય પરિબળોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને સ્થુળતાનો સમાવેશ થાય છે. નસકોરાં લેતા લોકોને સ્ટ્રોક આવવાનું જોખમ વધારે હોય છે. મહિલાઓની સરખામણીએ પુરુષોને સ્ટ્રોક આવવાના કેસ વધારે હોય છે.

સ્ટ્રોક
મગજમાં લોહીની ઊણપ થવાથી અને ધમનીઓ ફાટી જવાથી સ્ટ્રોક આવે છે. તેમાં મગજ સુધી ઓક્સિજન ન પહોંચવાથી મગજની કોશિકાઓને નુકસાન પહોંચે છે.

સ્ટ્રોકનો અંદાજ પહેલાંથી લગાવી શકાતો નથી, પરંતુ તેના કેટલાક સંકેતોને ઓળખી શકાય છે. તેમાં માથાનો તીવ્ર દુખાવો, ચક્કર, નબળી દૃષ્ટિ વગેરે જેવા સંકેતો સામેલ છે. જો કોઈ વ્યક્તિને આવા સંકેતો મળી રહ્યા હોય તો તેણે તરત ન્યૂરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

મિનિ સ્ટ્રોક
કેટલાક લોકોને TIA (ટ્રાન્ઝિઅન્ટ ઈસ્કિમિક અટેક) આવે છે, સરળ ભાષામા તેને મિનિ સ્ટ્રોક કહેવામાં આવે છે. ખૂબ જ થોડા સમય માટે મગજમાં કોઈ ભાગમાં લોહીની ઊણપ સર્જાય ત્યારે મિનિ સ્ટ્રોક આવે છે. તેના સંકેતોમાં શરીરનો કોઈ એક ભાગ સુન્ન થઇ જવો, , શરીરમાં સંતુલન જાળવી રાખવામાં મુશ્કેલી થવી, ચહેરો અથવા કોઈ એક અંગમા અસ્થાયી લકવો સામેલ છે. મિનિ સ્ટ્રોકના દર્દીઓએ તેની ગંભીરતા સમજીને ડોક્ટર પાસે તેની સારવાર કરાવવી જોઈએ.

નિયંત્રણ
ફેમિલી હિસ્ટ્રીના સ્ટ્રોકનાં જોખમને નિયંત્રણ કરી શકાતું નથી પરંતુ તેના કેટલાક કારકોને નિયંત્રણમાં કરી શકાય છે.

  • વાયુ પ્રદૂષણથી દૂર રહો. ટ્રાફિક અવર્સમાં બહાર જવાનું ટાળો. બહાર હંમેશાં માસ્ક પહેરી રાખો.
  • બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ ડાયટ અને વ્યાયામ કરવો જોઈએ. કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખો.
  • લીલા શાકભાજી અને ફળોનું સેવન કરો. વજનને બોડી માસ ઇન્ડેક્સ અનુસાર નિયંત્રણમાં રાખો.
  • ધૂમ્રપાન અને આલ્કોહોનું સેવન ટાળવું જોઈએ.
  • અઠવાડિયામાં મિનિમમ 5 દિવસ માટે 30 મિનિટ એક્સર્સાઇઝ કરવી જોઈએ.
X
Air pollution increases the risk of stroke

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી