જોખમ / વાયુ પ્રદૂષણથી ભારતીયોમાં હૃદય રોગનું જોખમ વધ્યું, રિસર્ચનું તારણ

Air pollution increases risk of heart disease among Indians, research concluded

  • રિસર્ચમાં હૈદરાબાદ અને તેલંગણાના 3,372 લોકોને સામેલ કરવામા આવ્યા હતા
  • WHOની ગાઇડલાઇન અનુસાર વ્યક્તિમાં PM2.5નું લેવલ 10 µg/m3 માન્ય ગણાય છે
  • વાયુ પ્રદૂષણને લીધે આ આંકડો 32.7 µg/m3 જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Nov 13, 2019, 06:43 PM IST

હેલ્થ ડેસ્કઃ વાયુ પ્રદૂષણથી પર્યાવરણ સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. તેનાથી હૃદય રોગ થવાનું જોખમ વધી જાય છે. એપિડેમિઓલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં અને દક્ષિણ ભારતમાં થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે.
રિસર્ચમાં સામેલ કેથરિન જણાવે છે કે લૉ-અને મિડલ ઇન્કમ ધરાવતા દેશોમાં અન્ય દેશોની સરખામણીએ હવાનું પ્રદૂષણ વધારે જોવા મળે છે.

બાર્સિલોના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ દ્વારા ભારતમાં આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં હૈદરાબાદ અને તેલંગાણાના 3,372 લોકોને સામેલ કરવામા આવ્યા હતા.

આ તમામ લોકોના CMIT (કાર્ટોઇડ ઇન્સિમા મીડિયા થિકનેસ) ઇન્ડેક્સ અને LUR (લેન્ડ યુઝ રિગ્રેશન)નાં લેવલનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં જોવા મળ્યું કે 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં CMITનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તેને લીધે આ તમામ લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ હતું.

WHOની ગાઇડલાઇન અનુસાર વ્યક્તિમાં PM2.5નું લેવલ 10 µg/m3 માન્ય ગણાય છે. રિસર્ચમાં સામેલ તમામ લોકોમાં આ લેવલ સરેરાશ 32,7 µg/m3 જોવા મળ્યું હતું.

આ આંકડો દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ દેશમાં મોટી ગંભીર સમસ્યા બની ચૂકી છે અને હવે તેને નાબૂદ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.

રિસર્ચમા સામેલ વૈજ્ઞાનિક કેથલિન જણાવે છે કે ડાયાબિટીસ અને મેદસ્વિતાના કેસ વધારે હોય તેવા તમામ દેશમાં આ રિસર્ચના પરિણામ લાગુ પડે છે.

X
Air pollution increases risk of heart disease among Indians, research concluded

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી