નુકસાન / એર ઈન્ડિયાને એક વર્ષમાં 8,400 કરોડની ખોટ, આટલામાં તો નવી એરલાઈન્સ ખોલી શકાય

Air India loses 8,400 crore a year, so new airlines can be opened

  • વધારે ઓપરેટિંગ કોસ્ટ અને ફોરેન એક્સચેન્જ લોસના કારણે કંપનીને ભારે નુકસાન ભોગવવું પડ્યું 
  • પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી 491 કરોડ રૂપિયાનું નુકસાન 
  • એર ઈન્ડિયા ઉપર 50 હજાર કરોડથી વધારેનું દેવું.

Divyabhaskar.com

Sep 16, 2019, 04:15 PM IST

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2018-19માં રૂ. 8,400 કરોડ રૂપિયાની ભારે ભરખમ ખોટ થઈ છે. ભારે ઓપરેટિંગ કોસ્ટ અને ફોરેન એક્સચેન્જ ખોટના કારણે કંપનીને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. મહત્વનું છે કે એર ઈન્ડિયા પહેલાથી જ લાંબા સમયથી રૂપિયાની અછતના કારણે ઝઝુમી રહી છે અને દેવાના બોજના કારણે દબાયેલી છે. એર ઈન્ડિયા ઉપર 50 હજાર કરોડથી વધારેનું દેવું છે.

આટલી રકમમાં નવી એરલાઈન્સ શરૂ થઈ શકે

સક્સેસફુલ ચાલી રહેલી એરલાઈન્સ સ્પાઈસજેટનો માર્કેટ કેપિટલ અંદાજે 7,892 કરોડ રૂપિયા છે એટલે કે 8000 કરોડ રૂપિયાથી ઓછી મૂડમાં જ આ એરલાઈન્સને ખરીદી શકાય છે. નાણાકીય વર્ષ 2018-19માં એર ઈન્ડિયાની કુલ આવક 26,400 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન કંપનીએ 4,600 કરોડ રૂપિયાનું ઓપરેશનલ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. તેલના ભાવમાં થઈ રહેલા ભારે ભરખમ વધારો અને પાકિસ્તાનના ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યા બાદથી કંપની રોજ 3થી 4 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે જૂનના ત્રિમાસિકમાં ફક્ત પાકિસ્તાની એકસ્પેસ બંધ થવાના કારણે એર ઈન્ડિયાને 175થી 200 કરોડ રૂપિયાનું ઓપરેટિંગ નુકસાન વેઠવું પડ્યું છે.

પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કારણે 491 કરોડ રૂપિયાનું નુકસાન

સરકારી આંકડાઓ પ્રમાણે, 2જી જુલાઈ સુધી એર ઈન્ડિયાને પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કારણે 491 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. મહત્વનું છે કે પાકિસ્તાને પહેલા ફેબ્રુઆરીમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પોતાના એરસ્પેસ ભારતની એરલાઈન માટે બંધ કરી દીધા હતા, જેને ફરી જુલાઈમાં ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ કાશ્મીર સાથે જોડાયેલી કલમ 370ને ભારત સરકાર દ્વારા ખતમ કર્યા બાદ પાકિસ્તાનને ફરી વાંધો પડતા ઓગસ્ટ માસના અંતમાં એરસ્પેસ બંધ કરી દીધા હતા. આ દરમિયાન ખાનગી એરલાઈન્સ સ્પાઈસજેટને 30.37 કરોડ, ઈન્ડિગોને 25.1 કરોડ રૂપિયા અને ગોએરને 2.1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

એર ઈન્ડિયા પર કુલ 58,000 કરોડ રૂપિયાનું દેવું છે

એર ઈન્ડિયા છેલ્લા ઘણા વર્ષોથી ભારે નુકસાનનો સામનો કરી રહી છે અને દેવામાં ગરકાવ થઈ છે. ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા કંપનીની પરિસ્થિતી પર કાબૂ મેળવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયા પર કુલ 58,000 કરોડ રૂપિયાનું દેવું છે અને તેની ચુકવણી માટે એરલાઈન્સને વાર્ષિક 4000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. એરલાઈન્સને સુધારવા માટે ઘણા પ્રકારના પ્રયાસ કરાઈ રહ્યા છે.

X
Air India loses 8,400 crore a year, so new airlines can be opened
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી