તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ 799 રૂપિયામાં મળી રહી છે, બુકિંગ માટે આજે છેલ્લો દિવસ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રાવેલ ડેસ્કઃ એક સમય હતો જ્યારે ફ્લાઇટમાં મુસાફરી કરવી એ લક્ઝરી વસ્તુ મનાતી હતી. પરંતુ હવે ફ્લાઇટના ભાડાં પણ ટ્રેન સમાન થઈ ગયા છે. એમાં પણ મુસાફરોને આકર્ષવા એરલાઇન્ટ સસ્તા દરે ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે. એર ઇન્ડિયા તેના ગ્રાહકો માટે એક સ્પેશિયલ ઓફર લઇને આવી છે. આ ઓફર હેઠળ મુસાફર ફક્ત 799 રૂપિયામાં ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે. કંપની મુસાફરોને 799 રૂપિયાની પ્રારંભિક કિંમતે દેશમાં અને 4,500 રૂપિયાની પ્રારંભિક કિંમતે વિદેશમાં ફરવાની તક આપી રહી છે. આ ઓફર હેઠળ ઇકોનોમી ક્લાસની ટિકિટ 17 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યાથી બુક કરી શકાશે. આ સેલ હેઠળ ખરીદવામાં આવેલી ટિકિટ્સ પર 18 ફેબ્રુઆરી 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી મુસાફરી કરી શકાશે.


એર ઇન્ડિયાએ ઘૂમો ઇન્ડિયા ફેમિલી ફેર પણ શરૂ કર્યો છે. આ સ્કીમ હેઠળ મુસાફરોને ટિકિટ પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઓફર હેઠળ ઓછામાં ઓછા ત્રણ લોકો અને વધુમાં વધુ 6 લોકોની ટિકિટ બુક કરી શકાય છે. આ ઓફરનો ફાયદો 31 માર્ચ 2020 સુધી ઉઠાવી શકાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો