એરફોર્સ / બાલાકોટમાં આતંકીઓનો ખાતમો કરનાર સ્પાઇસ 2000 બોમ્બ ઇઝરાયલ પાસેથી ફરી ખરીદશે ભારત

Air Force looks at buying advanced Spice-2000 bombs
X
Air Force looks at buying advanced Spice-2000 bombs

  • આ બોમ્બ કોઇ પણ ઇમારતને ધ્વસ્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે લગાવી શકાય છે
  • સ્પાઇસ અંગ્રેજીના SPICE શબ્દ (Smart, Precise Impact, Cost-Effective)થી બન્યું છે

divyabhaskar.com

May 08, 2019, 01:51 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતે 26 ફેબ્રુઆરીનાં રોજ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. આ સ્ટ્રાઈકમાં સ્પાઇસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સેના આ એડવાન્સ બોમ્બને ઇઝરાયલ પાસેથી ખરીદવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના પોતાના હથિયારોને વધુ એડવાન્સ બનાવવાના હેતુથી ઇઝરાયલ પાસેથી સ્પાઇસ 2000 બોમ્બ ખરીદી રહી છે. આ બોમ્બ કોઇ પણ ઇમારતને ધ્વસ્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે લગાવી શકાય છે. આ બોમ્બનું જૂનું વર્ઝન અગાઉ કોઇ ઇમારતને ભેદવા અને પછી ઇમારતની અંદર બ્લાસ્ટ કરવામાં સક્ષમ હતું. 
 

બાલાકોટમાં જૈશના 300 આતંકી છૂપાયા હતા

1. 26 ફેબ્રુઆરી અગાઉ બાલાકોટમાં ઉપયોગ થયો

સ્પાઇસ 2000નો ઉપયોગ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં છૂપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને નિશાન બનાવતા તેઓનો ખાતમો કરવા માટે ઉપયોગ થયો હતો. સ્પાઇસ બોમ્બે આતંકીઓ ઠેકાણાંઓને નષ્ટ કરવા માટે પહેલાં અહીં મોટો હોલ બનાવ્યો, પછી અંદર ઘૂસ્યો જ્યાં ઇન્ટેલિજન્સ એજન્સી પાસેથી મળેલી જાણકારી અનુસાર, 26 ફેબ્રુઆરી પહેલાં જૈશના અંદાજિત 300 આતંકી છૂપાયેલા હતા. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકીઓના મોત થયા હતા અને વધુ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ભારતીય વાયુસેના સુખોઇ 30 ફાઇટર એરક્રાફ્ટ પણ પોતાના શસ્ત્રાગારમાં સમાવેશ કરવા ઇચ્છે છે. જેનાથી સેનાના ક્ષમતામાં વૃદ્ધિ થઇ શકે અને દુશ્મનની સાથે હવાઇ સંઘર્ષમાં જોરદાર રીતે મુકાબલો કરી શકે. 

3. કેવી રીતે કામગીરી કરી?

સ્પાઇસ 2000 બોમ્બે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક દરમિયાન લક્ષ્ય પર નિશાન સાધતા પહેલાં એક મીટર સુધી ખાડો બનાવ્યો, બાદમાં સરકારે દાવો કર્યો કે અહીં મોટાંપાયે આતંકી ઠેકાણાંઓને નષ્ટ કરવામાં આવ્યા છે. સ્પાઇસ અંગ્રેજીના SPICE શબ્દ (Smart, Precise Impact, Cost-Effective)થી બન્યું છે અને તેને ઇઝરાયલે વિકસિત કર્યુ છે. સ્પાઇસ બોમ્બ 3 પ્રકારના - સ્પાઇસ 1000, સ્પાઇસ 2000 અને સ્પાઇસ 250 છે. સ્પાઇસ 2000નું વજન 900 કિલો હોય છે, જેમાં આગળના ભાગમાં MK-84, BLU-109 અને RAP-2000 સહિત અનેક પ્રકારના બોમ્બ લાગેલા હોય છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી