સુપ્રીમ કોર્ટ /  અયોધ્યા મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ 9 ડિસેમ્બર પહેલા રિવ્યુ અરજી કરશે: જિલાની

સુપ્રીમ કોર્ટ (ફાઈલ ફોટો)
સુપ્રીમ કોર્ટ (ફાઈલ ફોટો)

  • અયોધ્યા મામલે રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે બોર્ડે તેના નિર્ણય પર મક્કમ છે
  • મંગળવારે ધ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે રિવ્યુ અરજી દાખલ કરવાનો ઈન્કાર કર્યો હતો 
     

Divyabhaskar.com

Nov 27, 2019, 06:31 PM IST

લખનઉઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે(AIMPLB) બુધવારે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યા ટાઈટલ સુટ મામલે 9 ડિસેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ અરજી દાખલ કરશે.

આ અંગે AIMPLBના સેક્રેટરી ઝાફરીયાબ જિલાનીએ ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે બોર્ડે તેના નિર્ણય પર મક્કમ છે. અને અમારી પાસે હજુ આ માટે 9 ડિસેમ્બર સુધીનો સમય છે.

મંગળવારે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે રિવ્યું અરજી દાખલ કરવાના નથી. જોકે તેમણે જણાવ્યું હતું કે મસ્જિદ માટે પાંચ એકર જમીન બીજા કોઈ સ્થળે સ્વીકારવી કે કેમ તે બાબતે હજી તેમણે નિર્ણય કરવાનો બાકી છે.

X
સુપ્રીમ કોર્ટ (ફાઈલ ફોટો)સુપ્રીમ કોર્ટ (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી