તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપોર્ટ:SOU સુધી કૃષિ અને પાર્સલ ટ્રેન દ્વારા ઇકોનોમીને વેગવંતી બનાવવાનું લક્ષ્ય

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર
  • બ્રોડગેજ રેલવે લાઇનનું ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઇન્સ્પેક્શન થશે
  • 2000 ટનની કેપેસિટીવાળો ગુડ્સ શેડ બનાવાશે : 50 હજાર ખેડૂતોને ફાયદો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સાથે રેલ્વે ને કનેક્ટ કરી મુસાફરોની સાથે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ ને રાજપીપળા થી વડોદરા અને વિદેશ સુધી ખેતપેદાશો અને અન્ય સામાન પહોંચાડવા માટે રેલવે દ્વારા આયોજન હાથ ધરાયું છે પાર્સલ ટ્રેન અને કૃષિ ટ્રેન દ્વારા ડભોઇ ને કનેક્ટ કરી હબ બનાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક તબક્કે ડભોઇ ખાતે પાર્સલ રૂમ બનાવવામાં આવી રહી છે. ત્યારબાદ 2000 ટન ની કેપેસીટી વાળો ગુડસ શેડ બનાવાશે. નર્મદા કિનારાના અંદાજે 50 હજાર ખેડૂતો કેળાના પાક સાથે સંકળાયેલા છે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થતી કેળાની સીઝન માં રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટ સાથે કેળા કલેક્ટ કરી ડભોઇ સુધી કૃષિ ટ્રેનમાં દેશના જમ્મુ-કાશ્મીર સુધી પહોંચાડાશે. રેલ્વે આગામી સમયમાં ડભોઇ સુધી પાર્સલ ટ્રેન લઇ જવામાં આવશે.

તિલકવાડા, ગરુડેશ્વર, મારેઠા સ્ટેશન ડેવલપ કરાશે: રેલવે દ્વારા વડોદરાના પ્રતાપનગરથી ડભોઇ, વડજ ચાણોદ, મારેઠા, તીલકવાડા, ગરુડેશ્વર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્ટેશનો પર મેમુ ટ્રેન ઉભી રાખવામાં આવશે પ્રાથમિક તબક્કે હોલ્ડિંગ સ્ટેશન તરીકે કાર્યરત ઉક્ત સ્ટેશનો સેકન્ડ ફેઝમા સ્ટેશન માસ્તર સાથેના મોટા સ્ટેશનો બનાવવામાં આવશે. જેથી આ તમામ વિસ્તારના લોકો ડભોઇ સુધી પોતાનો સામાન સરળતાથી પહોંચી શકે.

ઓમાન સુધી કેળાં એક્સપોર્ટ થાય છે: નર્મદાના અંદાજે ૫૦ હજાર ખેડૂતો દ્વારા ૭૦ કરોડ ના કેળાનું ઉત્પાદન થાય છે જે યુ.એ.ઇ. અને ઓમાન સુધી જાય છે રેલવે થી કેળા નો ભાગ બગડતો અટકશે અને ખર્ચો ઓછો થશે > વિજય પટેલ, ખેડૂત માંગરોળ

પેસેન્જર ટ્રેન શરૂ થતાં જ પાર્સલનો લાભ મળશે: સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જનાર મહામના વડોદરા એક્સપ્રેસ સહિતની તમામ ટ્રેનમાં પાર્સલ માટે નો કોય હોય છે. પેસેન્જર ટ્રેન શરૂ થતાં સ્થાનિક નાગરિકોને પાર્સલની સુવિધા મળશે- ખેમરાજ મીણા, પી.આર.ઓ વડોદરા રેલવે

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો