બોયકોટ / પાકિસ્તાનમાં પર્ફોર્મ કરવા બદલ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોશિએશને મીકા સિંહ પર બેન લગાવ્યો

AICWA bans Mika Singh after his performance in Pakistan: No one in India will work with him

Divyabhaskar.com

Aug 14, 2019, 10:27 AM IST

બોલિવૂડ ડેસ્ક: થોડા સમય પહેલાં પાકિસ્તાનના કરાચીમાં મીકા સિંહે લગ્નમાં લાઈવ પર્ફોમન્સ આપ્યું હતું. તે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નજીકના અબજપતિ પુત્રીના લગ્નમાં પર્ફોર્મ કરવા ગયો હતો. હાલ જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે મીકાના આવા બેજવાબદાર વર્તનથી લોકો નારાજ હતા. હવે ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોશિએશન (AICWA)એ મીકા સિંહ પર બેન લગાવી દીધો છે.

AICWAના પ્રેસિડેન્ટ શુરેશ શ્યામલાલ ગુપ્તાએ તેમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, AICWAએ મીકાને બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. દરેક પ્રોડક્શન હાઉસસ, મ્યુઝિક કંપની અને ઓનલાઇન મ્યુઝિક કન્ટેન્ટ પ્રોવાઇડર્સ સાથેના તેના બધા એસોશિએશન પર બેન લગાવવામાં આવે છે. ફિલ્મ બોડીએ તેના પર અનકન્ડિશનલ બેન લગાવ્યો છે.

ઉપરાંત ફિલ્મ બોડીએ એવું પણ જણાવ્યું છે કે, AICWA એ ખાસ નિશ્ચિત કરશે કે ભારતમાંથી કોઈપણ તેની સાથે કામ ન કરે. જો કોઈ તેની સાથે કામ કરશે તો તેની વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે.

 

તેમણે એવું પણ જણાવ્યું કે, હાલ બન્ને દેશ વચ્ચે ટેન્શનનો માહોલ છે ત્યારે મીકાએ દેશના ગર્વને નેવે મૂકી પૈસાને આગળ રાખ્યા. ફિલ્મ બોડીએ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીને પણ આ બાબતે હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે.

X
AICWA bans Mika Singh after his performance in Pakistan: No one in India will work with him
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી