તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:અમદાવાદ ઝાયડસનો કર્મીએ તબિયત ખરાબ થતાં બલૈયામાં વતન આવી ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો

સુખસર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઝાયડસનો કર્મચારી બલૈયામાં પોઝિટિવ આવ્યો હતો.

ફતેપુરા તાલુકાના બલૈયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર બાદ એક યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ યુવક અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તબિયત ખરાબ થતાં વતન આવીને ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફતેપુરા તાલુકાના આંબલી ખેડા ગામના સતિષભાઈ મહિડા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. જેઓ બીમાર હોવાથી ઘરે આવ્યા હતા.

બે દિવસ પહેલા તબિયત ખરાબ હોવાથી બલૈયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી છતાં આરામ ન થતાં બુધવારના રોજ રેપિડમાં રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સતિષભાઈને વધુ સારવાર અર્થે લઈ જવાયા હતા. બે દિવસ પહેલા સારવાર કરાવી હોવાથી અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. હોસ્પિટલને સેનેટાઈઝ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો