તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Ahmedabad Urban Development Authority Chairman Vijay Nehra Has Allocated Rs. 929 Crore Budget Of 2020 21 Approved Several TP Approved

અમદાવાદ શહેરી વિકાસ મંડળના ચેરમેન વિજય નેહરાએ રૂ. 929 કરોડનું બજેટ મંજુર કર્યું, અનેક ટીપીને મંજુરી

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આખી ટીપી સ્કીમના રસ્તા એક સાથે ખોલી એક જ ટેન્ડરમાં રોડ, ડ્રેનેજ, લાઈટ અને પાણીની લાઈન હવેથી નખાશે
 • 312 કરોડના ખર્ચે બનાવેલા સનાથલ, શાંતિપુરા અને ઝુંડાલ બ્રિજ 31 માર્ચ સુધીમાં લોકો માટે ખુલ્લા મુકાશે

અમદાવાદ: AUDA (અમદાવાદ શહેરી વિકાસ મંડળ)ની 281મી બેઠક આજે મળી હતી. જેમાં વર્ષ 2020-21નું બજેટ AUDAના ચેરમેન વિજય નેહરાએ કર્યું હતું. આજે મળેલી આ બેઠકમાં રૂ. 929 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. બેઠકમાં બજેટ ઉપરાંત અનેક ટીપી સ્કીમ મંજુર કરવામાં આવી હતી. નવી ટીપી સ્કીમ જે ઔડા દ્વારા બનાવાઈ રહી છે તેમાં હવે આખી ટીપી સ્કીમના રસ્તા એક સાથે ખોલી એક જ ટેન્ડર દ્વારા રોડ, ડ્રેનેજ, લાઈટ અને પાણીની લાઈન હવેથી નાખવામાં આવશે. ત્રણ ટીપી સ્કીમમાં આ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય ટીપી સ્કીમમાં 100 નવા રસ્તા બનાવાશે.
બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં 836 કરોડના વિકાસ કામો કરવા 225 કરોડની જમીન વેચાશે
શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)એ નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 929 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં વિકાસ કામો કરવા માટે રૂ. 225 કરોડની જમીન વેચવામાં આવશે. કુલ બજેટના 90 ટકા એટલે કે રૂ. 836 કરોડ રોડ, બ્રિજ, ગાર્ડન, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ફાયર સ્ટેશન, પાણીના નેટવર્ક સહિતના વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવાનો દાવો ઔડા ચેરમેન વિજય નેહરા અને સીઈઓ એ.બી. ગોરે કર્યો હતો. ઔડા પોતાની 35 હજાર ચોરસમીટર જમીન વેચીને 225 કરોડની આવક ઊભી કરશે. આ ઉપરાંત વધારાની આવક અન્ય સ્તોત્ર તેમજ ઔડાની પોતાની બેન્ક ડિપોઝિટમાંથી ખર્ચ કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે, ઔડાએ 2017-18માં 212 કરોડ, 2018-19માં 266 કરોડ રૂપિયા વિકાસ કામો પાછળ ખર્ચ્યા હતા. જેમાં 2019-20માં 56 ટકા વધારો કરી 477 કરોડના ખર્ચનો અંદાજ મૂક્યો હતો ત્યારે પણ જમીન વેચીને વિકાસ કાર્યો કરાયા હતા. નવા બજેટમાં 122 કરોડનો વધારો મૂકી 929 કરોડના ખર્ચનો અંદાજ મૂક્યો છે. જેમાંથી 836 કરોડ વિકાસ કાર્યો પાછળ ખર્ચાશે.
સાયન્સ સિટી નજીક ભાડજ, વસ્ત્રાલના  બ્રિજનું કામ શરૂ
ઔડાએ 312.37 કરોડાના ખર્ચે તૈયાર કરેલા ચાર બ્રિજનું આગામી 31મી માર્ચ, 2020 સુધીમાં ઉદ્દઘાટન કરાશે. ચાર બ્રિજમાં દહેગામ 60 કરોડ, સનાથલ 97 કરોડ, શાંતિપુરા 93 કરોડ અને ઝુંડાલ જંક્શન પાછળ 60 કરોડ ખર્ચ કરાયો હતો. આ સિવાય દહેગામ, રણાસર, ભાડજ, મહમ્મદપુરા અને વસ્ત્રાલના બ્રિજ પ્રગતિ હેઠળ છે.
રોડ, ફૂટપાથ, પાણીના હવે એકસાથે કામ કરાશે
દિલ્હી-મુંબઈ કોરિડોર સાથે જોડાયેલા ગોધાવી, સાણંદ સહિતના વિસ્તારોની ટીપી સ્કીમમાં હવે આરસીસી રોડ બનાવાશે. આ ઉપરાંત એક જ ટેન્ડરમાં એક જ એજન્સી દ્વારા રોડ, ફૂટપાથ, પાણી અને ડ્રેનેજ લાઈનની કામગીરી કરાશે. આ માટે 289 કરોડ ફાળવાયા છે.
ઘુમા રેલવે ફાટક ખાતે નવો બ્રિજ બનાવાશે
ઔડાએ આગામી બજેટમાં નર્મદા મેન કેનાલ ભાટ, ઘુમા રેલવે ફાટક તથા ભાટ એપોલો જંક્શન ખાતે રૂ.105 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે. ભાટ ખાતે ટૂ લેનનો બ્રિજ ફોરલેન બનાવાશે. જેનો વધુ ખર્ચ ઔડા ભોગવશે. જ્યારે ભાટ એપોલો પણ ટૂ લેનના બદલે થ્રી લેન બનાવાશે.
ઔડાના બજેટની હાઈલાઇટ્સ

 • બોપલ વિસ્તાર માટે 73.53 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટમાં વધુ 45 કરોડની જોગવાઇ.
 • રણાસણ, દહેગામમાં ડ્રેનેજ લાઇન માટે 5 કરોડની જોગવાઈ.
 • બોપલ-ઘુમા સહિતની 6 નગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના યોગ્ય વિભાજન કરી જૈવિક ખાતર બનાવવા ઓર્ગેનિક વેસ્ટ મશીન માટે એક કરોડની જોગવાઇ.
 • બોપલ,મણિપુર, કલોલ ખાતે રમત-ગમતના મેદાનના વિકાસ માટે 10 કરોડની જોગવાઇ.
 • બોપલ-ઘુમા ખાતે સ્મશાન ગૃહો બનાવવા માટે એક કરોડની જોગવાઇ, બોપલમાં નવા ફાયર સ્ટેશન માટે 10 કરોડ.
 • સાણંદ, ઝુંડાલ, કઠવાડા, મહેમદાવાદ અને બોપલ-2માં કુલ 5080 આવાસ માટે 100 કરોડની જોગવાઇ.
 • મહેમદાવાદ, લપકામણ, સાણંદ, ઘુમા, ખોરજ અને સિંગરવા ખાતે એસ.ટી.પી.નિર્માણ માટે 1.50 કરોડની જોગવાઇ.
 • ભાટ કેનાલ, ઘુમા રેલવે ફાટક અને ભાટ એપોલો હોસ્પિટલ નજીક નવા બ્રિજ બનાવાશે
 • સનાથલ, શાંતીપુરા, દહેગામ, ઝુંડાલ પાસેના બ્રિજનું માર્ચ 2021 પહેલા લોકાર્પણ થશે
 • સાણંદ, ઝુંડાલ, કઠવાડા, મહેમદાવાદ અને બોપલ 2માં 10 કરોડની જોગવાઈ સાથે 100 કરોડના ખર્ચે 5080 જેટલા આવાસ બનાવાશે
 • કલોલ, અમિયાપુર અને દહેગામના 630 આવાસનું જૂન 2020માં લોકાર્પણ થશે
 • કાણેટી- ચેખલા, નિધરાડ, ગોધાવી વિસ્તારના લોજીસ્ટિક ઝોનમાં 289 કરોડના ખર્ચે કોન્ક્રીટ રસ્તા બનાવાશે
 • સાણંદ, મહેમદાવાદ, લપકામણ, ઘુમા, ખોરજ અને સિંગરવા ખાતે ડિસેન્ટ્રલાઈઝેશન સિવરેજ સિસ્ટમ માટે 1.50 કરોડની જોગવાઈ
 • બોપલ વિસ્તારમાં 73.53 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેકટ
 • રણાસણ, દહેગામ અને કુંજાડ ખાતે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર કામગીરી માટે 5 કરોડની જોગવાઈ
 • મહેમદાવાદમાં 5 કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવવામાં આવશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો